GSTV

આ પોલીસ સ્ટેશનમાં માત્ર 10 દિવસમાં 88 લોકો એક જ સરખી ફરિયાદ કરી ગયાં, છતાં ગુનેગારનો અતોપતો નથી

વાત કંઈક એવી છે કે તિલક નગરમાં રહેતા લોકોએ ફરિયાદ દાખલ કરી છે કે તેમના એટીએમ કાર્ડ પોતાની પાસે જ હતા. કાર્ડમાંથી કોઈ ટ્રાન્જક્શન પણ નથી કર્યું અને કોઈ અજાણ્યો કોલ પણ આવ્યો નથી તેમજ કોઈએ ઓટીપી પણ માંગ્યો નથી તેમ છતાં તેના ખાતામાંથી રૂપિયા ઉપડવા લાગ્યાં છે. સ્ટેશનમાં નોંધાયેલ રેકોર્ડ મુજબ 88 લોકોના ખાતાંથી આશરે 19 લાખ રૂપિયા ગુમ થયા છે. અને આ ઘટનાની ખબર ત્યારે છેક પડે છે કે જ્યારે બેનકમાંથી કોઈને મેસેજ આવે છે. 88 અલગ-અલગ લોકો સાથે બનેલી આ ઘટનામં એક વસ્તુ એવી જોવા મળી કે ધૂતવાની રીત એક સમાન છે. કોઈ બીજાને કાર્ડની માહિતી પણ શેર કરી નથી પરંતુ પૈસા ખાતામાંથી નીકળી જાય છે.

મળેલ માહિતી અનુસાર આ જ ગુનામાં છેલ્લા 10 દિવસની અંદર એક જ સ્ટેશનમાં લગભગ 88 એફઆઈઆર નોંધાયેલી છે. પોલીસની સાયબર સેલ દિવસ-રાત્ર આ અપરાધી કે પછી ગેંગને શોધવાનુ કામ કરી રહ્યા છે. દિલ્હી વેસ્ટમાં તિલક નગર થાણેના પોલીસ કાર્યકરો આજકાલ એફઆઈઆર લખી લખીને થાકી ગયા છે. આ વિસ્તારમાં 88 લોકોની ફરિયાદ છે કે તેમણે ક્યાંક એટીએમ કાર્ડનો ઉપયોગ નથ કર્યો અને કોઈને પણ ઓ.ટી.પી. નંબર કહ્યા નથી પરંતુ તેમના ખાતા ખાલી થવા લાગ્યાં છે.

READ ALSO

Related posts

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!