GSTV
Home » News » 86 વર્ષની મહિલાએ વ્હીલ ચેર પર કરી પાંચ કિલોમીટરની દોડ, સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ

86 વર્ષની મહિલાએ વ્હીલ ચેર પર કરી પાંચ કિલોમીટરની દોડ, સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ

UAEમાં બે વૃદ્ધ ભારતીય મહિલાઓએ વ્હીલચેર પર પાંચ કિલોમીટરની ‘દુબઈ રન’ દોડ સફળતાપૂર્વક પુરી કરી હતી. ખાડીના સમાચારપત્ર ખલીઝ ટાઈમ્સ મુજબ, કુસુમ ભાર્ગવ (86) અને ઈશ્વરી અમ્મા (78) બંનેએ આ દોડમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કુસુમ ભાર્ગવ દુબઈ રનમાં ભાગ લેનારી સૌથી વૃદ્ધ પ્રતિયોગી હતી. તેમણે કહ્યુકે, તેમના માટે આ સુંદર અનુભવ રહ્યો હતો. ભાર્ગવે કહ્યુ, હું ઘણા લોકોને મળી, તેમણે મારી સાથે ફોટા પણ પડાવ્યા, મે પાંચ કિલોમીટરની દોડ પુરી કરી અને તેની સફળતાનો શ્રેય હું મારી પુત્રવધુને આપુ છું.

જ્યારે શારજહાની રહેનારી ઈશ્વરી અમ્મા પણ દુબઈ રનમાં ભાગ લેનારી સૌથી મોટી ઉંમરની પ્રતિયોગીમાંથી એક હતી. તેમણે પણ પોતાની વહુ અને પૌત્ર-પૌત્રીઓની સાથે દોડમાં ભાગ લીધો હતો. તેમના પરિવારનાં સદસ્યોએ જ દોડની શરૂઆતથી અંત સુધી વ્હીલચેરને ધક્કો માર્યો હતો. અમ્માએ કહ્યુ, મારો પુત્ર હંમેશા દુબઈ લાવીને મને ઝાયદ રોડ અને તેની આસપાસની સુંદર ઈમારતો બતાવતો હતો. આજે મારા પગ ઉપર અહીં હોવાનો અનુભવ તેનો જ કમાલ છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ

દુબઈમાં સોશિયલ મીડિયા પર આ વૃદ્ધ ભારતીય મહિલાઓની ચર્ચા સામાન્ય વાત છે. UAEમાં પણ પરિવારોમાં વિખવાદ જોવા મળે છે. ત્યારે સાસુ-વહુનાં સંબંધો પર કુસુમ ભાર્ગવનાં નિવેદનની ઘણી પ્રશંસા થઈ રહી છે. જેમણે સફળતાનો શ્રેય પુત્રવધુને આપ્યો તો સાથે જ ઈશ્વરી અમ્માનાં પુત્રને શ્રેય આપવાની વાતની પણ પ્રશંસા થઈ રહી છે.

READ ALSO

Related posts

પૂર્વ IPSનો સૌથી મોટો ખુલાસો, મારા તાબાના PIએ મને ફસાવવા ગોઠવી હતી હનીટ્રેપ

Karan

IPS પત્નીને રોજ મારવી પડશે સેલ્યૂટ, પતિ પણ છે IPS ઓફિસર

Karan

અમદાવાદના વેપારીએ નગ્ન વીડિયો અજાણી યુવતીને મોકલ્યો અને આખરે શરૂ થયો ખેલ….

Karan
Do NOT follow this link or you will be banned from the site!