GSTV
Home » News » ઉન્નાવ જિલ્લો ‘રેપ કેપિટલ’ : 11 મહિનામાં 86 બળાત્કારના કેસ

ઉન્નાવ જિલ્લો ‘રેપ કેપિટલ’ : 11 મહિનામાં 86 બળાત્કારના કેસ

યુપીના ઉન્નાવ જિલ્લામાં રેપ પીડિતાને આરોપીઓએ જીવતી સળગાવી દીધા બાદ તેનુ મોત નિપજ્યા બાદ આખા દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે ઉન્નાવમાં રેપની આ પહેલી ઘટના નથી.ઉલટાનુ ઉન્નાવ જિલ્લાને રેપ કેપિટલનુ લેબલ મારવુ પડે તેવો શરમજનક રેકોર્ડ છે.ઉન્નાવમાં આ વર્ષે જાન્યુઆરી મહિનાથી નવેમ્બર સુધીમાં રેપના એક બે નહી પણ 86 કેસ નોંધાયા છે.

આ જિલ્લો રેપની રાજધાની બની ગયો છે.અહીંયા 31 લાખ લોકો રહે છે.આ તો રેપની વાત થઈ પણ મહિલાઓની સતામણીના તો કુલ 185 કેસ છેલ્લા અગિયાર મહિનામાં સામે આવ્યા છે. પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર રેપનો આરોપ અને આ આરોપ લગાવનાર પીડિતાના એક્સિડન્ટ બાદ ઉન્નાવ જિલ્લો રાતોરાત ચર્ચામાં આવી ગયો છે.હવે અન્ય એક રેપ પીડિતાને સળગાવી દેવાયા બાદ ફરી ઉન્નાવ તરફ દેશનુ ધ્યાન ખેંચાયુ છે.

રેપની જેટલી ઘટનાઓ બની છે તેમાં મોટાભાગના આરોપીઓને જામીન પર છોડી દેવાયા છે અથવા તો આરોપીઓ પકડાયા નથી.અહીંયા પોલીસનુ રાજકીયકરણ થઈ ચુક્યુ છે.પોલીસ રાજકારણીઓના ઈશારે જ ચાલે છે.આ વાત અપરાધીઓના માનોબળને વધારે છે. એક સ્થાનિક વકીલનુ કહેવુ છે કે, અહીંયા ગુનાખોરીને રાજકીય દુશ્મનાવટ માટે ઉપયોગમાં લેવાય છે.પોલીસ નેતાઓની કઠપૂતળીની જેમ કામ કરે છે.અહીંયા એક પણ કેસ એવો નથી જેમાં પોલીસે કડક વલણ અપનાવ્યુ હોય.

READ ALSO

Related posts

CAA, NRC અને EVM વિરોધમાં બુધવારે ભારત બંધનું એલાન, ટ્વીટર પર હૈશટેગ વૉર

Pravin Makwana

ફાંસી રોકવાના હવાતિયાં, હવે અક્ષયે દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન

Pravin Makwana

રાજતિલક : ચાર સદી જૂનો છે રાજકોટના રાજવી પરિવારનો ભવ્ય ઈતિહાસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!