GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કોરોના સંક્રમણ અને મોતને મામલે મુંબઈએ ચીનને પણ પાછળ છોડ્યું, 85 હજાર લોકો થયા સંક્રમિત

દેશમાં કોરોના મહામારીમાં વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું છે. જ્યારે દેશમાં સૌથી વધારે કોરોનાનો ફેલાવો મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં થયો છે. વિશ્વમાં જ્યાંથી કોરોના સંક્રમણ ફેલાયું તે દેશ ચીનને પણ મુંબઈએ પાછળ રાખી દીધું છે. ચાઈનામાં જેટલા કોરોનાના કેસ આવ્યા છે તેનાથી પણ વધારે કેસ ફક્ત મુંબઈ એકલામાં નોંધાયા છે. મુંબઈમાં મહામારીનો આંક 84524 ને પાર થયો છે. જ્યારે ચીનમાં અત્યાર સુધી કોરોનાના 83557 કેસ નોંધાયા છે. ચીનમાં કોરોનાને કારણે 4634 લોકોના મોત પણ થયા છે. જ્યારે એકલા મુંબઈમાં જ કોરોનાને કારણે 4899 લોકોના મોત થયા છે. મુંબઈમાં 55884 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થઈ ચૂક્યા છે. જ્યારે 23732 લોકોમાં હજુ પણ કોરોના એક્ટિવ છે.

થાણેમાં પણ 48 હજાર લોકો થયા છે સંક્રમિત

દેશમાં સૌથી વધુ સંક્રમણ મામલે મહારાષ્ટ્ર સૌથી આગળ છે. મહારાષ્ટ્રમાં જ કોરોના મહામારીના 2.07 લાખ કેસ નોંધાયા છે. જેમાં 8822 લોકોના મોત થયા છે. તો 1.12 લાખ લોકો કોરોનાથી સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં હજુ પણ 86 હજાર એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં મુંબઈમાં 84524 લોકો સંક્રમિત થયા છે. થાણેમાં પણ 48 હજાર જેટલા લોકો સંક્રમિત થયા છે. થાણેમાં 1270 લોકોના મોત થયા છે. થાણેમાં મુંબઈ કરતાં પણ વધારે એક્ટિવ કેસ છે. થાણેમાં 28508 લોકોમાં કોરોના એક્ટિવ છે. જ્યારે 18156 લોકો સાજા થયા છે.

વિશ્વમાં મહામારીના વધતા કેસો મામલે ભારત ત્રીજા નંબરે

વૈશ્વિક કોરોના મહામારીમાં ભારત હવે વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. વિશ્વમાં કોરોના સંક્રમિત દેશોમાં અગ્રહરોળમાં અમેરિકા બ્રાઝીલ બાદ હવે રશિયાને પાછળ રાખીને ભારત ત્રીજા સ્થાને આવી ગયું છે. ભારતમાં કોરોના મહામારીના સંક્રમણના આંક દરરોજ 20 હજાર આસપાસ વધી રહ્યા છે તો રશિયામાં 10 હજાર આસપાસ નવા સંક્રમિતો વધી રહ્યા છે. વિશ્વમાં જ્યાંથી કોરોનાનું પ્રસરણ થયું છે તે ચીન 22મા ક્રમાંકે છે. જ્યારે ભારતમાં મુંબઈએ પણ હવે ચીનને પાછળ રાખી દીધું છે.

READ ALSO

Related posts

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

Karan

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!