પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં થયેલા વિસ્ફોટ કુલ મૃત્યુઆંક વધીને 84 થઈ ગયો છે. પોલીસ અધિકારીઓએ આ અંગે ગુરુવારે સત્તાવાર જાહેરાત કરી હતી. પેશાવર શહેરના પોલીસ વડા મોહમ્મદ એઝાઝે જણાવ્યું કે બચાવ કાર્ય હવે પૂરું થઈ ગયું છે અને કુલ 84 લોકો આ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યા છે.

આ મસ્જિદમાં વિસ્ફોટ થયો ત્યારે 300થી વધુ લોકો હાજર હતા. આ 84 મૃતકો પૈકી 23 પોલીસ કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે મસ્જિદનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયા બાદમાં પડી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તહેરીક એ તાલિબાન પાકિસ્તાન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. જોકે પછી પાછળથી ટીટીપીના પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે મસ્જિદમાં હુમલો કરવો તેમની નીતિ વિરૂધ છે.
Also Read
- Smart TV/ દિવાલ ઉપર ટિંગાળેલું સ્માર્ટ ટીવી ઘરમાં કરી રહ્યું છે જાસૂસી, બચવું હોય તો તાત્કાલિક આ સેટિંગ્સ કરી દો બંધ
- શું વિકાસની ફક્ત ગુલબાંગો? ગુજરાતના 23 જિલ્લાઓેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં થયો વધારો, અત્યાધુનિક ગુજરાતની વાતો પાંગળી
- Women’s Health/ હાર્ટ એટેક અને મેનોપોઝના લક્ષણોમાં ના રહેશો બેદરકાર, નજરઅંદાજ કરવું ભારે પડશે
- વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે
- જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી