GSTV

ભાજપમાં જોડાવવા અંગે નરેન્દ્ર પટેલનો ખુલાસો, વરૂણ પટેલે 1 કરોડમાં મારો સોદો કર્યો, ટોકન પેટ 10 લાખ આપ્યા

Last Updated on October 26, 2017 by

ભાજપમાં જોડાવવા મામલે પાસ કન્વિનર નરેન્દ્ર પટેલે રવિવારે રાતે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, વરૂણ પટેલે મારો એક કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. ટોકન પેટે મને 10 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે, હું ક્યારેય વેચાવાનો નથી.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને માહોલ ગરમાયો છે ત્યારે ગઇકાલે પાસ કન્વિનર હાર્દિક પટેલના એક સમયના નજીકના સાથી રહેલા વરૂણ પટેલ અને રેશ્મા પટેલ ભાજપમાં જોડાયા બાદ રવિવારે ઉત્તર ગુજરાતના પાસ કન્વિનર નરેન્દ્ર પટેલ પણ પોતાની ટીમ સાથે ભાજપમાં જોડાયા હતા.

જો કે, ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકો બાદ નરેન્દ્ર પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં નરેન્દ્ર પટેલે દાવો કર્યો હતો કે, વરૂણ પેટલે મારો એક કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. ટોકન પેટે મને 10 લાખ રૂપિયા આપ્યા હતા. બાકીના 90 લાખ રૂપિયા આવતીકાલે આપવાના હોવાની વાત પણ તેમણે કરી હતી.પરંતુ, હું ક્યારેય વેચાવાનો નથી.

નરેન્દ્ર પટેલે આરોપ લગાવ્યો કે વરૂણ પટેલે તેમને જીતુ વાઘાણી સહિત અન્ય ભાજપના આગેવાનો સાથે મુલાકાત કરી હતી, અને ત્યારબાદ 10 લાખ રૂપિયા આપ્યા હતા. નરેન્દ્ર પટેલનો આક્ષેપ છે કે, તેમને જ્યારે રૂપિયા આપવામાં આવ્યા હતા ત્યારે જીતુ વાઘાણી પણ ત્યાં હાજર હતા. નરેન્દ્ર પટેલે એલાન કર્યું કે તેઓ આ 10 લાખ રૂપિયા પાટીદાર આંદોલનના મૃતકોના પરિવારજનોને આપશે. સાથે જ નરેન્દ્ર પટેલે કહ્યું કે કોંગ્રેસ તરફથી તેમને કોઇ દબાણ કરવામાં આવ્યુ નથી.

આ તકે નરેન્દ્ર  પટેલે ભાજપ અને વરૂણ પટેલ સામે મોટા આક્ષેપ પણ કર્યા હતા.  સામ, દામ, દંડ, ભેદ તમામ નીતિ અપનાવાવમાં આવી રહી હોવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, મારા વકીલોની સલાહ લઇને આગળ વધીશ. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પ્લાસ્ટિકની થેલીમાંથી નરેન્દ્ર પટેલે 10 લાખ રૂપિયાની રકમ પણ મૂકી હતી.

નરેન્દ્ર પટેલ પોતાની ટીમ સાથે ભાજપમાં જોડાયા તે સમયનો વીડિયો જુઓ નીચે

આક્ષેપ પાયાવિહોણા, આરોપ સાચા હોય તો નરેન્દ્ર પટેલ મારા પર કેસ કરે

નરેન્દ્ર પટેલ દ્વારા વરૂણ પટેલે એક કરોડ રૂપિયામાં તેમનો સોદો કર્યો હોવોના આક્ષેપ કર્યા બાદ વરૂણ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મારા પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપ પાયાવિહોણા છે. જો આરોપ સાચા હોય તો નરેન્દ્ર પટેલ મારા પર કેસ કરે.

વરૂણ પટેલે એવો પણ સવાલ ઉઠાવ્યો કે, નરેન્દ્ર પટેલે એક કરોડ રૂપિયા લઇને કેમ ખુલાસો ન કર્યો? કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા વરૂણ પટેલે કહ્યું કે, મારા પર આક્ષેપ તો રોજ થવાના. હવે મારી લડાઇ કોંગ્રેસ સાથે છે. કોંગ્રેસ સત્તામાં આવવા માટે દરેક સપના જોશે. પાટીદાર સમાજ કોંગ્રેસને ક્યારેય સત્તા પર આવવા નહીં દે. કોંગ્રેસ મારા વિરુદ્વ ષડયંત્ર રચી રહી છે. કોંગ્રેસનો હાથો બનીને કામ ન કરશો એવી ટકોર પણ વરૂણ પટેલે કરી હતી.

Related posts

Girls Problems / દરેક ટીનેજ ગર્લ્સને અનુભવાતી આ સમસ્યાની સરળ માહિતી માટે અમદાવાદી ટીનેજરે શોધ્યો આ ઉકેલ

Zainul Ansari

હવસખોર હેવાન પતિ: અશ્લીલ વીડિયો જોયા પછી પિશાચ બની જતો અને હું શારીરીક સંબધ બાંધવાની ના પાડતી તો મને રાક્ષસની જેમ ફટકારતો

pratik shah

ભારતીય સૈન્યનું ઉરીમાં મોટું ઓપરેશન: 3 આતંકવાદી ઠાર કરાયા, મોટા પ્રમાણમાં મળી આવ્યા શસ્ત્ર સરંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!