GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ

ડ્રગ્સ

તાજેતરમાં જ રાજ્યમાં પોટલીકાંડ સર્જાયુ હતું, ત્યારે પણ સરકાર ઉંઘતી ઝડપાઈ હતી. આ પોટલી કાંડે 50 જેટલા લોકોના જીવ લીધા હતા. ત્યારે પણ સરકારના માથે માછલા ધોવાયા હતા. ત્યારે ફરી એકવાર સરકાર સવાલોના ઘેરામાં આવી છે. ગુજરાતમાંથી છેલ્લા 3 દિવસમાં 833 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. પણ આ વખતે નવાઈ પમાડે એવી વાત સામે આવી છે. આ વખતે જે 833 કિલો ડ્રગ્સ ઝડપાયું છે એ બધુ મેડ ઈન ગુજરાત ડ્રગ્સ છે. ત્યારે પ્રશ્નો તો થાય છે કે શું સરકાર આવા કાળા કારોબાર કરવાનો પરવાનો આપી રહી છે? શું સરકારી તંત્ર લાઈસન્સ આપતી વખતે નિરિક્ષણ નથી કરતો? કોની રહેમ નજર હેઠળ આ કાળો કારોબાર થઈ રહ્યો છે? આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હોય અને સરકારી તંત્ર એ વાતથી અજાણ હોય એ વાત માન્યમાં જ ન આવે.

ડ્રગ્સ

ભરુચની પાનોલી GIDCમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં બનતા MD ડ્રગ્સના તાર છેક મુંબઈ સુધી પહોંચ્યા હતા. મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે યુનિટને કંપનીમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની માહિતી મળી હતી. ત્યારે 13મી ઓગસ્ટના રોજ વર્લી યુનિટે રેડ કરી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. આ રેડ દરમિયાન એન્ટી નાર્કોટિક્સ સેલે લગભગ 513 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે ભરૂચ SOGની ટીમે ફરી એક વખત એ જ કંપનીમાં દરોડા પાડ્યા હતા. આજરોજ કુલ 80થી 90 કિલો MD ડ્રગ્સ પકડી પાડ્યો હતો. બે દરોડામાં જપ્ત કરેલ કુલ જથ્થાની આંતરરાષ્ટ્રીય કિંમત 1383 કરોડ રૂપિયા થાય છે. ટીમે સ્થળ ઉપરથી એક મહિલા સહિત 7 આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડી પાડતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.

ડ્રગ્સ

ત્યારે આજે જ બીજો દરોડો વડોદરામાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી પણ અંદાજે 200 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં કેમીકલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કાળુ કારોબાર થતો હતો. વડોદરા એટીએસ અને વડોદરા એસઓજીએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાંથી 200 કિલો જેટલુ ડ્રગ્સ કબ્જે કર્યું હતું. આ ડ્રગ્સની અંદાજિત કિંમત 1000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ કંપની કોરોનાની દવા હાઇડ્રોક્લોરો ક્વીન બનાવતી હતી અને તેની આડમાં નશીલા ડ્રગ્સ પણ બનાવતી હતી. ગઈકાલ રાતથી આ સર્ચ ઓપરેશન ચાલુ હતુ જેમાં સાવલી મોક્સી રોડ પર આવેલ GK માર્બલ કંપનીમાં દરોડા પાડતા જાણવા મળ્યુ કે, આ કંપનીમાં માર્બલના ભૂકાની આડમાં ડ્રગ્સનો કારોબાર થતો હતો. મેગા ઓપરેશનમાં MD ડ્રગ્સ સાથે કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

ડ્રગ્સ

આમ રાજ્યમાંથી છેલ્લા 3 દિવસની અંદર બે ફેક્ટરીઓમાંથી કુલ 833 ડ્રગ્સ ઝડપાયું છે એ પણ મેડ ઈન ગુજરાત. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતા રાષ્ટ્રીય સ્તરે ગુજરાતને નીચે જોવાનો વારો આવ્યો છે. આ તો ફક્ત બે ફેક્ટરીઓ ધ્યાને આવી છે. આવી તો કેટલી ફેક્ટરીમાં ડ્રગ્સ બનતું હશે. તંત્ર દ્વારા સમયસર દવાઓની કંપનીઓનું નિરિક્ષણ કરવું જોઈએ. જેથી આ કાળો કારોબારનો પર્દાફાશ થઈ શકે અને દેશના યુવાધનને બરબાદ થતા બચાવી શકાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Hemal Vegda

હર્ષદ રીબડીયાના રાજીનામાને લઈ જીલ્લા કોંગ્રેસમાં હડકંપ, વીસાવદરમાં કોંગ્રેસને નવા ચહેરાની શોધ

pratikshah
GSTV