GSTV
Home » News » VIDEO : કપિલ દેવે માર્યો નટરાજ શૉટ અને રણવીર સિંહ આશ્ચર્યચકિત્ત થઈ ગયો

VIDEO : કપિલ દેવે માર્યો નટરાજ શૉટ અને રણવીર સિંહ આશ્ચર્યચકિત્ત થઈ ગયો

કબીર ખાન પોતાની મચ અવેઈટેડ ફિલ્મ 83ની તૈયારીમાં લાગી ચૂક્યો છે. તેની છેલ્લી ફિલ્મ ગલી બોયે બોક્સઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. સાથે ક્રિટિક્સને પણ લુભાવવામાં સફળ નિવડી હતી. એ પછી 2020માં રિલીઝ થનારી ફિલ્મ 83ની છેલ્લા બે દિવસથી તે તૈયારીમાં લાગી ચૂક્યો છે. આ ફિલ્મમાં રણવીર કપિલ દેવની ભૂમિકા નીભાવી રહ્યો છે. જેની ટીમે 1983નો પહેલો વિશ્વકપ વેસ્ટ ઈન્ડિઝ સામે જીત્યો હતો. ફિલ્મના તમામ કલાકારો ફાઈનલ થઈ ગયા છે અને હાલ તેઓ 83 માટે ટ્રેનિંગ લઈ રહ્યા છે.

હાલમાં રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રણવીર સિંહ કપિલ દેવના નટરાજ શૉટની પ્રેક્ટિસ કરતી વેળાએ એક્સપ્રેસન આપતો જોવા મળી રહ્યો છે. કપિલ દેવ નેટ પ્રેક્ટિસ દરમિયાન નટરાજ શોટ મારે છે ત્યારે રણવીર સિંહના કેમેરામાં કેપ્ચર થયેલા એક્સપ્રેશન પણ હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જો કે રણવીરનો 83 માટેનો કપિલ દેવ લુક હજુ સામે નથી આવ્યો કે કોઈ પોસ્ટર સામે નથી આવ્યું. પણ થોડા દિવસોમાં રણવીર પોતાના લુકમાં બદલાવ કરશે અને 2020 સુધી તે આ લુકમાં જ જોવા મળશે. રણવીરની બીજી ફિલ્મોની માફક આ ફિલ્મમાં પણ રણવીર મૂછો સાથે જ જોવા મળશે કારણ કે કપિલ દેવ પણ મૂછો રાખતા હતા.

અત્યારે 83ની પૂરી ટીમ હિમાચલ પ્રદેશમાં ટ્રેનિંગ લઈ રહી છે. કબીર ખાન દ્રારા ડાયરેક્ટ કરવામાં આવનારી આ ફિલ્મનું શૂટિંગ ઈંગ્લેન્ડમાં થશે. જેમાં લોર્ડ્સના ગ્રાઊન્ડમાં તેના ખાસ્સા સિન્સ શૂટ થવાના છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મની તમામ સ્ટારકાસ્ટ એકઠી થઈ હતી જેની તસવીર રણવીરે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. લાંબા સમયથી કબીર ખાનની કોઈ ફિલ્મ રિલીઝ નથી થઈ.

કબીરની છેલ્લી ફિલ્મ સલમાન ખાન સાથેની ટ્યૂબલાઈટ હતી જે બોક્સઓફિસ પર ધબાયનમ: થઈ ગઈ હતી. ફિલ્મને ક્રિટિક્સે પણ વર્ષની સૌથી નિષ્ફળ ફિલ્મમાંથી એક ગણાવી હતી. તો સલમાન ખાનની ફિલ્મ હોવા છતાં 100 કરોડ સુધી પહોંચતા પણ ફિલ્મને હાફ ચડી ગઈ હતી. જેથી પોતાની આવનારી ફિલ્મ માટે કબીર ઘણો જ ઉત્સાહિત છે. જણાવી દઈએ કે કબીર ખાને ન્યૂયોર્ક, ટાઈગર ઝિંદા હૈ, બજરંગી ભાઈજાન, કાબૂલ એક્સપ્રેસ જેવી સુપરહિટ ફિલ્મો ડાયરેક્ટ કરી છે.

READ ALSO

Related posts

આશિકી ફેમ રાહુલ રોયની 4 વર્ષ પછી પડદા પર પાછા ફરશે, ફિલ્મમાં આવશે નજર

Kaushik Bavishi

વેસ્ટર્ન ટેસ્ટ સાથે બનાવો હેલ્ધી અને ચટપટી બીન્સ સેન્ડવિચ

Dharika Jansari

દાળ અને ચોખાના ઉપયોગ વગર બનાવો ચટપટી દૂધીની ખીચડી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!