GSTV

8100 કરોડના કૌભાંડમાં સાંડેસરા બંધુઓ ભાગેડુ જાહેર, EFO કાયદા હેઠળ સરકારે કરી કાર્યવાહી

વડોદરા નજીક કરખડી ખાતે આવેલ સ્ટર્લિંગ બાયોટેક કંપનીના સાંડેસરા બંધુ સહિત ૪ પ્રમોટર્સને દિલ્હીની પટીયાલા કોર્ટે ઇએફઓ એક્ટ અંતર્ગત ભાગેડુ જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં ઇએફઓ એક્ટ અંતર્ગત ભાગેડુ જાહેર કરાયા હોય તેવા વિજય માલ્યા અને નિરવ મોદી બાદ સાંડેસરા બંધુઓનો ત્રીજો કેસ છે. સાંડેસરા બંધુઓ સામે રૃ.૮,૧૦૦ કરોડના બેંક કૌભાંડ અને મની લોંડરિંગનો કેસ ચાલી રહ્યો છે અને તેઓ લગભગ ત્રણ વર્ષથી ભારત છોડીને ફરાર થઇ ગયા છે.

વિજય માલ્યા અને નિરવ મોદી બાદ ઇએફઓ એક્ટ હેઠળ કાર્યવાહી થઇ હોય તેવો આ ત્રીજો કેસ છે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.)એ દાખલ કરેલ પિટિશનના સંદર્ભમાં દિલ્હીની પટિયાલા કોર્ટે સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર્સ નિતિન જયંતિલાલ સાંડેસરા, ચેતન જયંતિલાલ સાંડેસરા, ચેતનની પત્ની દિપ્તી અને સાળો હિતેશ નરેન્દ્રભાઇ પટેલને ‘ફ્યૂજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ (ઇએફઓ) એક્ટ અંતર્ગત ‘ફ્યૂજિટિવ’ એટલે કે ભાગેડુ જાહેર કર્યા છે. દિલ્હીની પટિયાલા કોર્ટના આ નિર્ણયથી હવે સાંડેસરા બંધુઓની ભારત ઉપરાંત વિદેશમાં આવેલી મિલકતો જપ્ત કરવા ઇ.ડી. માટે માર્ગ સરળ બનશે.

જાસપુરમાં આવેલી ૧૫ કરોડની જમીન સહિત સાંડેસરા બંધુઓની રૃ.૪૦૦૦ કરોડની સંપતિ ઇ.ડી.એ ટાંચમાં લીધી

ઉલ્લેખનિય છે કે જુન-૨૦૧૭માં ઇ.ડી. અને સી.બી.આઇ.એ સાંડેસરા બંધુઓ સામે બેંક ફ્રોડ અને મની લોંડરિંગ અંતર્ગત તપાસ આરંભી હતી. શરૃઆતમાં રૃ.૫૫૦૦ કરોડના આ કૌભાંડનું કદ રૃ.૮૧૦૦ કરોડ ઉપર પહોંચ્યુ હતુ.આ ફરિયાદ દાખલ થતાની સાથે જ નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા અને હિતેશ પટેલ દેશ છોડીને જતા રહ્યા છે અને હાલમાં તેઓ આલ્બેનિયાનું નાગરિકત્વ લઇને ત્યાં છુપાયા હોવાની માહિતી તપાસ એજન્સીઓ પાસે છે.

જાસપુરમાં આવેલી ૧૫ કરોડની જમીન સહિત સાંડેસરા બંધુઓની રૃ.૪૦૦૦ કરોડની સંપતિ ઇ.ડી.એ ટાંચમાં લીધી છે, સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર્સ ચેતન સાંડેસરાની માલિકીની પાદરા તાલુકાના જાસપુર ખાતે મહીસાગર નદીના કિનારે આવેલ રૃ.૧૫ કરોડની કિંમતની આશરે ચાર લાખ ચોરસ ફૂટ જેટલી વિશાળ જમીન શ્રીસરકાર કરી દેવામાં આવી હતી આ કેસમાં ચેતન સાંડેસરા મૂળભૂત ખેડૂત ખાતેદાર નહી હોવાની વિગતો બહાર આવી હતી.ચેતન સાંડેસરાએ પોતે ખેડૂત છે તે માટે પાટણ જિલ્લાના ડાભડી ગામનો દાખલો રજૂ કર્યો હતો પરંતુ તેના દસ્તાવેજો ચકાસતા ચેતન ખેડૂત હોવાનું પ્રસ્થાપિત થતું ન હતું.

જાસપુરની ૧૫ કરોડની જમીન ઉપરાંત વડોદરા, મુંબઇ, લોનાવાલા, આસામ, ઉત્તરાખંડમાં આવેલી સ્ટર્લિંગ બાયોટેક અને સાંડેસરા બંધુઓની મળીને ૪,૦૦૦ કરોડ ઉપરાંતની સંપતિ ટાંચમાં લીધી છે. આ ઉપરાંત નાઇજીરીયા ખાતે આવેલ ઓઇલ ફિલ્ડ અને લંડનમાં આવેલા વૈભવી એપાર્ટમેન્ટ પણ ઇ.ડી.એ ટાંચમાં લીધુ હોવાનું જાણવા મળે છે.આ દરમિયાન ગત ફેબુ્રઆરી માસમાં સ્ટલગ બાયોટેકના ભાગેડુ પ્રમોટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તી સાંડેસરાએ દિલ્હી હાઇકોર્ટમાં નોને બેઇલેબલ વોરંટ રદ કરવા અરજી કરી હતી જે પટિયાલા કોર્ટે ફગાવી દીધી હતી.

READ ALSO

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

ઓનલાઇન મેડિસીનના વેચાણના કારણે સ્થાનિક દવા વેપારીઓને ભારે નુકસાન

Nilesh Jethva

બિહાર ચૂંટણી: રાજનાથ સિંહે ગજવી સભાઓ, કહ્યું હું મોઢું ખોલીશ તો એમની પોલ ખુલી જશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!