GSTV

806 ટ્રેન દ્વારા 10 લાખ શ્રમિકોને પોતાના વતન પહોંચાડ્યા, બંને રાજ્યોની પરવાનગી પણ લીધી

Last Updated on May 15, 2020 by Pravin Makwana

રેલવેએ એક મેથી અત્યાર સુધી ૮૦૬ શ્રમિક ટ્રેનો દ્વારા અત્યાર સુધી કુલ ૧૦ લાખ પરપ્રાંતિય મજૂરોને પોતાના વતન પહોંચાડયા છે, તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. કોરોના લોકડાઉનને પગલે આ મજૂરોને કોઈ રોજગારી ન મળતા તેઓ પોતાના વતન પરત જવા માગતા હતાં.

10 લાખ શ્રમિકોને ઘરે પહોંચાડ્યા

૧ મેથી અત્યાર સુધી સૌથી વધુ ટ્રેનો ઉત્તર પ્રદેશ અને ત્યારબાદ બિહારમાં ગઈ છે. ૧૪ મે, ૨૦૨૦ની માહિતી અનુસાર ૮૦૬ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોએ વિવિધ રાજ્યોમાંથી કુલ દસ લાખથી વધુ યાત્રીઓને પોતાના વતન પહોંચાડયા છે. રેલવેએ વધુમાં જણાવ્યું છે કે બંને રાજ્યોની પરવાનગી પછી જ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે છે એટલે કે જે રાજ્યમાં ટ્રેન ઉપાડવાની હોય અને જે રાજ્યમાં ટ્રેન લઈ જવાની હોય તે બંને રાજ્યોની પરવાનગી અગાઉથી લેવામાં આવે છે. રેલવેના એક અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ૮૦૬ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પૈકી ૬૪૦ ટ્રેનો પોતાના નિર્ધારિત સ્ટેશને પહોંચી ગઇ છે. જ્યારે ૧૬૬ ટ્રેનો પોતાના રૃટ પર આગળ વધી રહી છે. વધુ ૬૩ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સૌથી વધુ ઉત્તર પ્રદેશના શ્રમિકો

૮૦૬ ટ્રેનોએ પરપ્રાંતિયોને આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ,કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મિઝોરમ, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ પહોંચાડયા છે. સૌથી વધુ ૩૦૬ ટ્રેનો ઉત્તર પ્રદેશ ગઈ છે. ત્યારબાદ બિહારમાં ૨૦૪ ટ્રેનો અને મધ્ય પ્રગેશમાં ૬૭ ટ્રેનો ગઇ છે. ઝારખંડમાં ૪૪, રાજસ્થાનમાં ૧૮ અને છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં સાત-સાત ટ્રેનો ગઈ છે.

સોમવારથી દરેક ટ્રેનમાં ૧૨૦૦ને બદલે ૧૭૦૦ યાત્રીઓને બેસાડવામાં આવશે. ેસોમવારથી શ્રમિક ટ્રેનોને વચ્ચે અમુક સ્ટેશનો પર રોકવામાં પણ આવશે.

READ ALSO

Related posts

video/ આ છોડ સૂર્યપ્રકાશથી નહીં પરંતુ કિડા ખાઈને મેળવે છે ખોરાક, વીડિયો જોશો તો રહી જશો હેરાન

Harshad Patel

અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં મચ્યો હોબાળો, કોંગ્રેસના કોર્પોરેટરે એજન્ડા કોપી ફાડતા મચી બબાલ

pratik shah

Sukanya Samriddhi Yojana: જાણો ખાતું ખોલવાના નિયમો, કયા દસ્તાવેજોની પડે છે જરૂર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!