કોરોના મહામારીના સમય દરમિયાન શક્ય હોય તેટલા કર્મચારીઓને ઓફિસ કે કામના સ્થળને બદલે ઘરેથી એટલેકે વર્ક ફ્રોમ હોમ કરવાનો વિકલ્પ ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને આપ્યો હતો. જોકે આ વર્ક ફ્રોમ હવે કલ્ચર બની જતા કર્મચારીઓ ફરી ઓફિસ જઈને કામ કરવા નથી માંગતા તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આ જ પ્રકરણમાં હવે એક દિગ્ગજ કંપનીનું નામ જોડાઈ રહ્યું છે જેના 800થી વધુ કર્મચારીઓને નીતિમાં ફેરફાર થતા ફરી ઓફિસ આવીને કામ કરવાની ના પાડીને નોકરી જ મુકી દીધી છે.
એક મીડિયા અહેવાલ અનુસાર છેલ્લા બે મહિનામાં 800 કર્મચારીઓએ વ્હાઇટ હેટ જુનિયરમાંથી રાજીનામું આપ્યું છે. કર્મચારીઓને ઓફિસમાંથી કામ કરવા માટે કહેવામાં આવ્યા બાદ તેમણે આ એડટેક સ્ટાર્ટ-અપમાંથી જ રાજીનામું આપી દીધું છે.

એજ્યુકેશન સેક્ટરનું સ્ટાર્ટઅપ વ્હાઇટ હેટ જુનિયર કોડિંગ શીખવવાનું એક ટોચનું પ્લેટફોર્મ છે. 18 માર્ચના રોજ કંપનીએ એક ઈમેલ દ્વારા કર્મચારીઓને એક મહિનાની અંદર ઓફિસ પર પાછા ફરવાનું કહ્યું હતું. કંપનીએ આ સમયગાળા દરમિયાન વર્ક ફ્રોમ હોમ સુવિધા સમાપ્ત કરવાનું કહ્યું હતું. આ સાથે કર્મચારીઓને 18 એપ્રિલ સુધીમાં ઓફિસમાં આવીને કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
જોકે આ આદેશનું પાલન ન કરીને લગભગ 800 કર્મચારીઓએ વ્હાઇટ હેટ જુનિયરમાંથી જ રાજીનામું ધરી દીધું છે. આ કર્મચારીઓમાં સેલ્સ ટીમ, કોડિંગ ટીમ અને મેથ્સ ટીમના કર્મચારીઓનો સમાવેશ થાય છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં વધુ કર્મચારીઓ નોકરી છોડી શકે છે.

વ્હાઇટ હેટ જુનિયરમાંથી રાજીનામું આપનાર કર્મચારીએ જણાવ્યું કે “પોલિસીમાં એકાએક બદલાવ ગ્રાહ્ય નથી. ફરી ઓફિસ આવવા માટે સ્થળાંતર માટે માત્ર એક મહિનો પૂરતો નથી. કેટલાકને બાળકો છે, કેટલાકને વૃદ્ધ અને માંદા માતા-પિતા છે, જ્યારે અનેકને અન્યની જવાબદારીઓ છે. આટલા ઓછા સમયમાં કર્મચારીઓને પાછા બોલાવવા યોગ્ય નથી.”
અન્ય એક કર્મચારીએ જણાવ્યું કે ઓફિસમાં પાછા ન આવવાના નિર્ણયમાં પગાર પણ સામેલ છે. ભરતી કરતી વખતે કર્મચારીઓને તેમના નોકરીના સ્થાન વિશે જાણ કરવામાં આવી હતી. જોકે બે વર્ષ સુધી ઘરેથી કામ કર્યા પછી કર્મચારીઓનું માનવું હતું કે મોંઘા શહેરોમાં ખર્ચના હિસાબે પગાર માળખું બદલવું જોઈએ. વ્હાઇટ હેટ જુનિયરની ગુરુગ્રામ, મુંબઈ અને બેંગ્લોરમાં ઓફિસ છે.
2020માં એજ્યુટેક સેક્ટરની જ દિગ્ગજ BYJU’S એ 30 કરોડ ડોલરમાં રોકડ સોદામાં વ્હાઇટ હેટ જુનિયરને ખરીદ્યું હતુ. આ અંગે એક કર્મચારીએ જણાવ્યું હતું કે “ગત વર્ષે જ્યારે BYJUએ WhiteHat Jr. હસ્તગત કર્યું હતું, ત્યારે અમે બધા ક્યાંક સમજી ગયા હતા કે હવે કંપનીમાં છંટણી ધીમે ધીમે શરૂ થશે.”
Read Also
- સાવધાન/ ફોનમાં છુપાઈને તમારી જાસૂસી કરી રહી છે આ એપ! ગૂગલે કહ્યું- ‘હમણાં જ કરી દો Delete’
- સામનામાં આકરા પ્રહાર! 50-50 કરોડ રૂપિયામાં વેચાયેલા બાગી ‘બિગ બુલ’, આખરે ગુવાહાટી પ્રકરણમાં ભાજપની ધોતી ખુલી જ ગઈ
- Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર
- પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ