GSTV

80 હજાર કરોડ રૂપિયા છે બિનવારસદાર, જાણો Zerodha એ કેવી રીતે કાઢ્યું આ સમસ્યાનું સમાધાન…?

Zerodha

Last Updated on September 15, 2021 by Bansari

હાલ તાજેતરમા જ ઇપીએફઓએ એક એવો અહેવાલ આપ્યો હતો કે, પીએફ ખાતામાં લગભગ 26,497 કરોડ રૂપિયા એવા છે કે, જેનું કોઈ જ વારસદાર કે હકદાર નથી અને આ રકમમાં હાલ ધીમે-ધીમે વધારો થઇ રહ્યો છે. આ સિવાય બેંકમાં ઘણી બધી એવી ફિક્સ ડિપોઝીટ પણ પડેલી છે કે, જે મેચ્યોર થયા પછી પણ કોઈએ ક્લેમ કરી નથી. આ રીતે જો ટોટલ ગણતરી માંડીએ તો 80 હજાર કરોડથી પણ વધુ રૂપિયા બિનવારસાગત પડી રહ્યા છે.

Zerodha

બ્રોકિંગ ફર્મ Zerodha ના સહસ્થાપક નીતિન કામથે હાલ આ સમસ્યાનો એક સરળ ઉકેલ જણાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ ઘણા એવા લોકો છે કે, જેમણે બેંકો, ડિમેટ અને અન્ય ખાતાઓમાં નોમિની ઉમેર્યા નથી અને તેના કારણે 80 હજાર કરોડ રૂપિયા એમ જ પડી રહેલા છે. ભવિષ્યમાં પણ આવી કોઈ સમસ્યા ના થાય તે માટે તેમણે એક એલર્ટ ફીચર શરુ કર્યું છે.

આ એલર્ટ ફીચર એકાઉન્ટ સક્રિય ના હોય ત્યારે તે અંગેની નોમિનીને જાણ કરશે. નીતિન કામતે એવી આશા વ્યક્ત કરી છે કે, બેંકો અને અન્ય ઓનલાઇન બ્રોકરેજ કંપનીઓ ટૂંક સમયમાં જ આ સુવિધા અપનાવશે. આ સુવિધાની મદદથી ક્લેમ વગરની રકમનો પણ સરળતાથી નિકાલ થઈ શકે છે.

Zerodha

વાસ્તવમાં Zerodha તેના ગ્રાહકોને એક વિશેષ સુવિધા આપવા જઈ રહી છે, જે હેઠળ ખાતાધારકો તેમના ખાતામાં ઓનલાઇન નોમિની ઉમેરી શકે છે અથવા તેને બદલી પણ શકે છે. તદુપરાંત, જો એક વર્ષ સુધી ડિમેટ એકાઉન્ટમાં નાણાકીય વ્યવહાર નહીં થાય તો એસએમએસ અથવા ઇમેઇલ દ્વારા નોમિનીને જાણ કરવામાં આવશે.

નીતિન કામત જણાવે છે કે, આ દાવા વિનાની રકમ એકત્રિત થવાનું એક મુખ્ય કારણ એ હોય શકે છે કે, નોમિનીને આ રકમ અંગે જાણ જ નથી હોતી. આથી, Zerodha એ આવી પરિસ્થિતિમાં તમામ ગ્રાહકોના નોમિનીઓને માહિતી પહોંચાડવા માટે એલર્ટ સુવિધા રજૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ઇપીએફઓ પાસે લગભગ 26,497 કરોડ રૂપિયા, તમામ બેંક ખાતાઓ 18,381 કરોડ રૂપિયા, મ્યુચ્યુઅલ ફંડ્સ 17,880 કરોડ રૂપિયા અને વીમા કંપનીઓ પાસે દાવા વિના 15,167 કરોડ રૂપિયા છે. આ સિવાય પરિપક્વ ફિક્સ્ડ ડિપોઝિટમાં બિનવારસદાર 4,820 કરોડ રૂપિયા પડ્યા છે.

Read Also

Related posts

કોરોનાનો કાળો કહેર / વિશ્વમાં કુલ 23 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત, 60 લાખથી વધુના થયા મોત

Pritesh Mehta

Akshat Remedies : પીળા ચોખાના આ સરળ ઉપાયો દૂર કરશે પૈસાને લગતી તમામ સમસ્યાઓ, જાણશો તો જરુર કરશો

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / ડેન્ગ્યુના તાવથી ના થાવ ભયભીત, તજજ્ઞો પાસેથી જાણો રિકવર થવાના સરળ ઉપાય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!