GSTV
Home » News » 80 ટકા લોકો સર્જિકલ સ્ટ્રાઈક બાદ મોદી સરકારથી ખુશ, સર્વેમાં થયો ખુલાસો

80 ટકા લોકો સર્જિકલ સ્ટ્રાઈક બાદ મોદી સરકારથી ખુશ, સર્વેમાં થયો ખુલાસો

survey on modi govt air strike

મોદી સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે અને તેના પર લોકલ સર્કલ્સે એક ઑનલાઈન સર્વે કર્યો છે. જેમાં મોદી સરકારના કામકાજ અંગે લોકો પાસેથી મંતવ્યો માંગવામાં આવ્યા છે. સર્વે મુજબ, 75 ટકા લોકોની આશા પર મોદી સરકાર યોગ્ય ઉતરી છે અને તેઓ આશાને સારી અથવા આશાથી વધારે માને છે. આ સિવાય મોદી સરકારની યોજનાઓ પર જ્યારે લોકો પાસેથી રાય માંગવામાં આવી તો લગભગ 80 ટકા લોકોએ આ યોજનાઓને યોગ્ય માની.

લોકલ સર્કલ્સના CEO સચિન તપરિયાનું કહેવુ છે કે તેમણે ફેબ્રુઆરીના ત્રણ અઠવાડિયામાં આ સર્વે કર્યો છે. જેમાં બહાર આવ્યું છે કે 85 ટકા લોકોએ કહ્યું કે મોદી સરકારે પોતાના વચનને પૂર્ણ કર્યા છે. સાથે જ 30 ટકા લોકોએ કહ્યું કે સરકારે આશા કરતા વધારે સારું કામકાજ કર્યુ છે. અહીં જણાવવાનું કે આ સર્વેમાં મોંઘવારી, રોજગાર, સર્જિકલ સ્ટ્રાઈક, મોદી સરકારની યોજનાઓ વિશે લોકોને સવાલ પૂછવામાં આવ્યાં છે.

સચિન તપરિયાએ કહ્યું છે કે બેરોજગારીના ડેટા મુદ્દે વિપક્ષ મોદી સરકાર પર સવાલ ઉઠાવવાનો મુદ્દો બનાવી શકે છે. મોંઘવારીના મામલામાં 64 ટકા લોકોએ કહ્યું કે મોદી રાજમાં મોંઘવારી ઘટી છે. સર્જિકલ સ્ટ્રાઈક 2 બાદ લોકોએ મોદી સરકાર તરફનો દ્રષ્ટિકોણ બદલ્યો છે. ત્યારબાદ મોટાભાગના લોકો મોદી સરકારના પક્ષમાં આવ્યા છે.

READ ALSO

Related posts

Pagalpanti Trailer:અરસદ વારસી અને જોન અબ્રાહમની કોમેડી પેટ પકડીને હસાવશે ગેરેન્ટી

Dharika Jansari

સુહાગરાતે હૈવાનની જેમ બીજી પત્ની પર તૂટી પડેલા મિતુલે કહ્યું, ‘બોલ, વિસ્મયા આ બાબતે મંદાર વધુ સારો કે હું?’

Bansari

દીપિકાએ શેર કર્યો પતિનો ફની મીમ, રણવીરનો ફ્રોક લુક છે જોવા જેવો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!