GSTV

હાંશકારો/ રસી લીધી હોય હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા આટલા ટકા ઓછી, સ્ટડીમાં થયો મોટો ખુલાસો

રસી

Last Updated on June 19, 2021 by Bansari

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 62480 કેસો સામે આવ્યા છે. આ દરમિયાન 1587 લોકોના મોત નિપજ્યા છે અને કુલ મૃત્યુઆંક 3.83 લાખે પહોંચી ગયો છે. સતત 73 દિવસથી એક્ટિવ કેસો ઘટી રહ્યા છે. હાલ દેશમાં એક્ટિવ કેસ ઘટીને 8 લાખની નીચે પહોંચી ગયા છે જે કુલ કેસોના 2.68 ટકા છે. 24 કલાકમાં કોરોનાના કુલ 19.29 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો દાવો છે કે લોકોની બેદરકારીને કારણે કોરોનાની બીજી લહેર આવી.

કોરોના

રસી લીધી હોય છે તેમનામાં હોસ્પિટલમા દાખલ થવાની શક્યતાઓ 80 ટકા સુધી ઓછી

દરમિયાન કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે હેલ્થકેર વર્કર્સ પર હાથ ધરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે જે પણ લોકોએ કોરોના સામે રક્ષણ માટે મહત્વપૂર્ણ ગણાતી રસી લીધી હોય છે તેમનામાં હોસ્પિટલમા દાખલ થવાની શક્યતાઓ 80 ટકા સુધી ઘટી જાય છે. એટલે કે રસી એટલી અસરકારક છે કે તે લીધા પછી કોરોના થાય તો પણ મોતની શક્યતાઓ બહુ જ ઓછી રહે છે.

નિતિ આયોગના સભ્ય ડો. વી. કે. પૌલે જણાવ્યું હતું કે હેલ્થકેર વર્કર્સે રસી લીધી હતી તેમના પર અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં સામે આવ્યું કે રસી લીધી હોય તેવા સંજોગોમાં કોરોના થાય તો પણ આઇસીયુમાં દાખલ થવાની શક્યતાઓ 6 ટકા જ છે. જ્યારે કોરોના સામે રક્ષણની શક્યતાઓ 94 ટકા રહી છે. હજારો હેલૃથકેર વર્કર્સના જીવ રસીકરણને કારણે બચાવી શકાયા છે. રસી લીધેલા સાત હજાર લોકોમાંથી માત્ર એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હતું.

કોરોના

માસ્ક સોશિયલ ડિસ્ટન્સના અભાવે કોરોનાની બીજી લહેર દેશમાં આવી

કોરોનાની બીજી લહેર માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ લોકોની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી. સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને દાવો કર્યો હતો કે કોરોના વાઇરસની પહેલી લહેર બાદ વાઇરસ મ્યૂટ અવસ્થામાં જતો રહ્યો હતો જેને પગલે લોકોએ વાઇરસ સામે રક્ષણ આપનારા જેવા કે માસ્ક સોશિયલ ડિસ્ટન્સ વગેરેનું પાલન કરવાનું ટાળ્યું હતું. જેને પગલે કોરોનાની બીજી લહેર દેશમાં આવી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં ફ્રન્ટલાઇન વર્કર્સને માસ્કનું વિતરણ કરતી વેળાએ ડો. હર્ષ વર્ધને આ નિવેદન આપ્યું હતું.

દેશમાં કોરોના મહામારી વચ્ચે બ્લેક ફંગસના કેસોમાં પણ વધારો થયો હતો, સરકારની આંકડા અનુસાર દેશમાં હાલ બ્લેક ફંગસના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 27 હજારને પાર પહોંચી ગઇ છે. સાથે સરકારે ખાતરી આપી હતી કે બ્લેક ફંગસ સામે રક્ષણરૂપ એમ્ફોટેરિસિન બી નામના ઇંજેક્શનની ઉપલબૃધતા વધારવામાં આવશે અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેને રાજ્યોને મોકલવામાં આવશે.

16મી જુન 2021ના રોજ મ્યૂકોરમાઇકોસિસના કુલ કેસોની સંખ્યા 27142 છે. એપ્રીલ મહિનામાં મ્યૂકોરમાઇકોસિસ સામેના ઇંજેક્શનની સંખ્યા 62 હજાર હતી જે જુન 2021માં વધીને 3.75 લાખ સુધી પહોંચી જશે તેવો દાવો પણ સરકારે કર્યો હતો.

Read Also

Related posts

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel

Olympics: ટોક્યોના દંગલમાં બજરંગ પુનિયાનો દમ, જીતની સાથે કર્યો આગાઝ: પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત!

pratik shah

મોદીએ ગુજરાતને ઠેંગો બતાવ્યો: ગુજરાત કરતાં મહારાષ્ટ્ર-રાજસ્થાન પર કેન્દ્ર સરકાર ફિદા, ગુજરાતને માત્ર 72 કરોડ ફાળવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!