GSTV

અમદાવાદ / કોરોના પછી સ્કૂલે જવાનું પસંદ કરી રહ્યા છે બાળકો, કોર્પોરેશનની શાળાઓમાં વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી

Last Updated on November 25, 2021 by Zainul Ansari

કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ થયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓની સારી એવી હાજરી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા 444 જેટલી સ્કૂલનું સંચાલન કરવામાં આવે છે. જેમાં સરેરાશ 80 ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી રહી છે. બાળકો અને વાલીઓ પણ ઓફલાઇન શિક્ષણને જ વધુ પસંદ કરી રહ્યા છે.

દિલ્લી

બાળકોને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું

રાજ્યમાં શૈક્ષણિક સત્રનો આરંભ થઈ ગયો છે. ત્યારે અમદાવાદ શહેરનાં નારણપુરા વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ એકથી પાંચના ઓફલાઈન વર્ગો શરૂ થયા. જેમાં બાળકો સંમતી પત્રક સાથે શાળામાં આવ્યા હતા. જેથી શાળા તરફથી બાળકોનું ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું હતું. શાળામાં કોવિડની ગાઈડલાઈનનાં પાલન  સાથે અભ્યાસનો પ્રારંભ કરાવ્યો હતો. એક વર્ગમાં 30 બાળકોને બેસાડવામા આવશે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં અંદાજે દોઢ વર્ષ બાદ આજથી ધો.1થી પાંચનાં વર્ગો શરૂ થયા છે.

શાળાઓમાં ધોરણ એકથી પાંચના વર્ગોની શરુઆત

અમદાવાદમાં પણ આજથી કેટલીક શાળાઓમાં ધોરણ એકથી પાંચના વર્ગોની શરુઆત થઇ ચૂકી છે. બેએક વરસ જેવા લાંબા ગાળા બાદ ભૂલકાઓ શાળાએ પહોંચતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના કાંકરીયા વિસ્તારની  દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં આજથી ધોરણ.1 થી  5નાં વર્ગો  કોરોનાના ગાઇડલાઇનના પાલન સાથે શરૂ કરાયા છે.

Read Also

Related posts

આણંદ/ કેરા કેન કંપનીના માલિકની મનમાની સામે કર્મચારીઓ બે દિવસથી હળતાળ પર ઉતર્યા, કર્મચારીઓનું મોટા પાયે શોષણ

Pravin Makwana

કોંગ્રેસ પાર્ટી માટે મોટા સમાચાર/ બે-ત્રણ દિવસમાં મળી જશે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, વિપક્ષ નેતાની પણ થઈ શકે છે જાહેરાત

Pravin Makwana

મોટી જાહેરાત/ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે, સુરક્ષા માટેનો પુખ્તો બંદોબસ્ત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!