GSTV

ઑનલાઇન સ્માર્ટફોન ખરીદતાં પહેલાં આ બાબતો ચૅક કરી લો, નહી તો રડવાનો વારો આવશે

તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે અને સાથે જ ઑનલાઇન વેબસાઇટ્સ પર પણ સેલની સીઝન શરૂ થશે. એમેઝોન,ફ્લિપકાર્ટ અને પેટીએમ પર આવનારી સેલનો ખૂબ જ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ સેલમાંથી જો તમને સ્માર્ટફોન ખરીદવાનો વિચાર કરી રહ્યાં હોય તો તમારે એ વાત પણ વિચારવાની જરૂર છે કે તમારી સાથે છેતરપિંડી  પણ થઇ શકે છે. તેવામાં જો તમે સેલમાંથી સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તમારે આ 8 બાબતો ગાંઠે બાંધી લેવી જોઇએ.

ક્યાંક ફોન સેકેન્ડ હેન્ડ તો નથી?

ઘણી ઇ-કોમર્સ કંપનીઓ રિફર્બિશ્ડ ફોન એટલે કે સેકેન્ડ હેન્ડ ફોન વેચે છે. તેવામાં તમારે તે ધ્યાન રાખવાનું છે કે તમે જે ફોન ખરીદી રહ્યાં છો તે રિફર્બિશ્ડ તો નથી ને. જો કે જે ફોન રિફર્બિશ્ડ હશે તેની માહિતી સાઇટ પર આપી હોય છે.

કિંમતની વિગતો

કોઇપણ ઑનલાઇન સેલમાં અથવા ઑનલાઇન ખરીદી કરતાં પહેલાં તે સામાનની કિંમત અલગ અલગ વેબસાઇટ્સ પર જરૂર ચેક કરો કારણ કે અનેક ઑનલાઇન વેબસાઇટ્સ અસલ કિંમત કરતાં વધુ કિંમતે પ્રોડક્ટ્સ વેચે છે અને પછી કહે છે કે તેમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

રિવ્યૂ અને રેટિંગ્સ

એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી ફોન ખરીદવો પૂરતો નથી, કારણ કે કંપનીઓ સત્તાવાર સેલર નથી. તેવામાં જરૂરથી ચેક કરો કે તમે જે ફોન ખરીદવા માંગો છો તેનો સેલર કોણ છે અને તેના વિશે લોકોએ કેવા રિવ્યૂ આપ્યાં છે. રિવ્યૂમાં હકીકત સામે આવી શકે છે.

વૉરંટી

કોઇપણ ફોનને ઑનલાઇન ખરીદતાં પહેલાં તેની વોરંટી અને એસેસરીઝ પણ ચેક કરી લો. સાથે જ નિયમો અને શરતોને પણ ધ્યાનથી વાંચો.

ઑફર

એક જ વેબસાઇટ એક જ સામાન અનેક બેન્કો સાથે મળીને નવી ઑફર્સ લઇને આવે છે. તેવામાં ખરીદી કરતાં પહેલાં જોઇ લો કે તમારી બેન્ક સાથે કંપની કઇ ઑફ આપી રહી છે. જો કોઇ ઑફર મળે તો ચોક્કસથી તેનો લાભ લો.

સ્પેસિફિકેશન્સની જાણકારી કંપનીની વેબસાઇટ પરથી લો

જ્યારે પણ ઑનલાઇન ફોન ખરીદો ત્યારે તેના ફિચર્સ વિશે તે ફોનની કંપનીની વેબસાઇટ પરથી લો કારણ કે ઘણી વખતે ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર પ્રોડક્ટ્સ વિશે ખોટી માહિતી આપવામાં આવે છે.

રિફંડ અને રિટર્ન

ખરીદી પહેલાં રિટર્ન અને રિફંડ વિશેના નિયમો અને શરતો ધ્યાનથી વાંચી લો. ઘણી કંપનીઓ 10 દિવસની અંદર રિફંડ અને રિટર્ન આપે છે તો કોઇ કંપની 30 દિવસોનો સમય લે છે.

ફાયદાનો સોદો છે એક્સચેન્જ

હંમેશા તો નહી પરંતુ ઘણી વખતે એક્સચેન્જ ઑફર ફાયદાકારક સાબિત થાય છે. તેવામાં પેમેન્ટ કરતાં પહેલાં એક્સચેન્જ ઑફર પણ જોઇ લો. કદાચ તમને તમારા જૂના ફોનની સારી કિંમત મળી જાય.

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!