સ્માર્ટફોનને લઈને આ 8 અફવાઓ જાણી લો, ચિંતા કરવાની જરૂર નથી

તમારામાંથી મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં હશે. કેટલીક વખત તમારા નજીકના મિત્રએ જણાવ્યું હશે કે રાત્રે ફોનને ચાર્જરમાં લગાવીને ઉંઘવાનુ નહીં. જેટલા વધારે મેગાપિક્સલ હશે, કેમેરો તેટલો જ વધારે અસરકારક હશે. એવી જ રીતે ઘણી બધી બાબતોને સાચી માનીને તમે ઘણા લોકોને જણાવ્યું હશે. તો ચાલો આજે અમે તમને સ્માર્ટફોન અંગે 8 એવી અફવાઓ વિશે જણાવીએ કે જે તમે ઘણા વર્ષોથી સાચી માની રહ્યાં છો.

બેટરી

સ્માર્ટફોનની બેટરીના ચાર્જિગને લઈને નીચે આપેલા બધા દાવા ખોટા છે. 1. સ્માર્ટફોનને ત્યારે ચાર્જ કરવો જોઈએ જ્યારે બેટરી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય. 2. પ્રથમ વખત ફોનનો ઉપયોગ કરતા પહેલા ફૂલ ચાર્જ કરી લો. 3. વધારે એમએએચની બેટરી સારી હોય છે.

સ્માર્ટફોનનો કેમેરો

તમે ઘણા બધાના મોઢેથી સાંભળ્યું હશે કે તે ફોનનો કેમેરો ખૂબ જ શાનદાર છે, કારણકે તેમાં 10,20 અથવા 47 મેગાપિક્સલનો કેમેરો, જ્યારે વાસ્તવિકતા એ છે કે ફોટોની ક્વોલિટી કેમેરાના મેગાપિક્સલ પર નિર્ભર કરતી નથી. સારા ફોટા માટે મેગાપિક્સલની સાથે-સાથે અપર્ચર જેવી ચીજવસ્તુઓ પણ જવાબદાર હોય છે.

બ્રાઈટનેસ

આજકાલ બજારમાં લોન્ચ થનારા બધા સ્માર્ટફોનમાં ઑટો બ્રાઈટનેસનો વિકલ્પ મળે છે. ઑટો બ્રાઈટનેસનો અર્થ છે કે જ્યારે તમે તડકામાં જાઓ છો તો ડિસ્પ્લેની બ્રાઈટનેસ આપોઆપ તેજ થઈ જશે. જેના પર કેટલાંક લોકોનો મત છે કે બ્રાઈટનેસને ઑટો મોડમાં રાખવાથી સ્માર્ટફોનની બેટરી ટૂંક સમયમાં ખત્મ થઈ જાય છે, જે બિલકુલ વાસ્તવિક નથી.

થર્ડ પાર્ટી એપ

વારંવાર તમે સાંભળ્યું હશે કે થર્ડ પાર્ટી એપ સ્ટોર પરથી એપ ફોનમાં ડાઉનલોડ કરવાથી ફોનમાં વાયરસ આવે છે. આ સંપૂર્ણ રીતે ખોટું છે, કારણકે ઘણી વખત ગૂગલ પ્લે-સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરવાથી તેની સાથે મેલવેયર આવી જાય છે. એવામાં 9 એપ્સ જેવા સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરવા માટે વધારે વિચારવાની જરૂર નથી.

આખી રાત ચાર્જિગ

ઘણા લોકોના મોઢેથી તમે સાંભળ્યું હશે કે સ્માર્ટફોનને આખી રાત ચાર્જિગમાં મૂકી શકાય નહીં. ફોનને આખી રાત ચાર્જિગ કરવાથી ફોનની બેટરી ખરાબ થઈ જાય છે, જ્યારે વાસ્તવિક એ છે કે ફૂલ ચાર્જ થઈ ગયા બાદ ચાર્જર કરંટ લેતુ નથી. એવામાં તમારે પરેશાન થવાની જરૂર નથી.

બેક ગ્રાઉન્ડ એપ

કેટલાંક લોકોનું માનવુ છે કે ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા એપને બંધ કરી દેવી જોઈએ, નહીંતર બેટરી જલ્દી પૂર્ણ થઈ જાય છે અને ફોન હેન્ગ પણ થાય છે. આ વાતને લઈને પરેશાન થવાની જરૂર નથી અને બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા એપને બંધ કરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે જો કોઈ એપ બેકગ્રાઉન્ડમાં ચાલી રહ્યું છે તો તે ઝડપથી ખુલશે અને તેનાથી તમારા ફોનમાં હેન્ગ થવાના વાંધા આવવાના નથી.

ચાર્જર

તમને કેટલાંક લોકોએ સલાહ આપી હશે કે ફોનની સાથે મળેલા ચાર્જરથી જ ફોન ચાર્જ કરો. બીજી કોઈ કંપનીના ચાર્જરનો ઉપયોગ કરશો નહીં. આ વાત પાયાવિહાણી છે. તમે જ્યારે બીજી કંપનીના ચાર્જરથી પોતાના ફોનને ચાર્જ કરી શકો છો, પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે બીજી કંપનીના ચાર્જરની ક્ષમતા તમારી કંપનીના ફોનના ચાર્જર જેવી હોવી જોઈએ.

સિગ્નલ

ફોનમાં દેખાતા નેટવર્કના સિગ્નલને લઈને કેટલાંક લોકોનું મંતવ્ય છે કે જેટલા સિગ્નલ દેખાઈ રહ્યાં છે, નેટવર્ક તેટલા જ અસરકારક હોય છે. જ્યારે વાસ્તવિકતા કંઈક બીજી છે. સિગ્નલની ક્વોલિટી ડેસીબલ પર નિર્ભર કરે છે. ઘણી વખત તમે વિચાર્યુ હશે કે 1 સિગ્નલ હોવા છતાં સરળતાથી વાતચીત થાય છે અને 5 સિગ્નલ હોવા છતાં ફોન કટ થઈ જાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter