GSTV

મોટી દુર્ઘટના / જમ્મુ-કાશ્મીરના ડોડામાં મિની બસ ખીણમાં ખાબકતા 8નાં મોત અને અનેક ઘાયલ, હાલમાં રેસ્ક્યુ શરૂ

Last Updated on October 28, 2021 by Dhruv Brahmbhatt

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ગુરુવારના રોજ સવારે મોટી દુર્ઘટના ઘટી છે. થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં પડતા મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યાં છે અને અનેક લોકો ઘાયલ થયાં છે. હાલમાં ઘટના સ્થળે બચાવની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. દુર્ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં છે. એડિશનલ એસપી ડોડાએ જણાવ્યું કે, હાલમાં રાહત બચાવ અભિયાન શરૂ છે.

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહએ કહ્યું કે, ‘મે ડોડાના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર વિકાસ શર્મા સાથે વાત કરી છે. હાલમાં ઘાયલોને GMC ડોડા ખાતે ખસેડવામાં આવી રહ્યાં છે. જે પ્રકારની પણ સહાયતની જરૂર પડશે તે અમે ઉપલબ્ધ કરાવીશું.’

PM મોદીએ પણ આ રોડ અકસ્માતમાં થયેલાં મોતને લઇને પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યું કે, પીએમએનઆરએફ તરફથી મૃત્યુ પામનારના પરિવારજનોને રૂપિયા 2-2 લાખ અને ઘાયલોને રૂપિયા 50 હજાર આપવાની જાહેરાત કરું છું.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!