GSTV

ગ્લોબલ વોર્મિંગને કારણે 8 કરોડ નોકરીઓ નાબૂદ થશે, 2030 સુધીમાં ભારતની સ્થિતિ કાંઇક આવી હશે

ગ્લોબલ વોર્મિંગને કારણે આજે દુનિયાના અનેક દેશોમાં ઋતુચક્ર ખોરવાયું છે. ત્યારે આપણો ભારત દેશ પણ તેમાંથી બાકાત નથી. ગ્લોબલ વોર્મિંગને કારણે અંદાજે 16 હજાર 450 કરોડનું વૈશ્વિક નુકસાન થવાનો અંદાજ છે. તેમજ દુનિયાભરમાં 8 કરોડ નોકરીઓ ખત્મ થઇ જશે. જે અંતર્ગત ભારતમાં પણ વર્ષ 2030 સુધી 3.4 કરોડ નોકરીઓ પર જોખમ તોળાઇ રહ્યું છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતમાં પણ ઋતુચક્ર ખોરવાયું છે. પરંતુ યુએનની સંસ્થા આંતરારાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે આઇએલઓ દ્વારા જાહેર થયેલો રિપોર્ટ ભારત માટે વધુ ચિંતાજનક છે. જે મુજબ ગ્લોબલ વોર્મિંગને કારણે ભારતમાં વર્ષ 2030 સુધી કામકાજના કલાકોમાં 5.8 ટકાનો ઘટાડો થશે. જેનો સીધો મતલબ 3.4 કરોડ નોકરીઓ ગુમાવવા બરાબર છે. તેની સૌથી વધુ અસર કૃષિ અને બાંધકામ ક્ષેત્ર પર થશે.

ગ્લોબલ વોર્મિંગને કારણે સમગ્ર પૃથ્વી ગરમ થઇ જશે અને તેની અસર કામકાજ પર પણ પડશે. રિપોર્ટ મુજબ 21મી સદીના અંત સુધીમાં વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયશ સુધી વધી જશે. જેના પરિણામે વર્ષ 2030 સુધી દર વર્ષે બે ટકાથી વધુ કામકાજના કલાકો ઘટી જશે. આ આંક 8 કરોડ ફૂલટાઇમ નોકરી કરવા બરાબર છે.

ગ્લોબલ વોર્મિંગની સૌથી વધુ અસર દક્ષિણ એશિયામાં થશે. એક અંદાજ મુજબ તેના કારણે 2400 બિલિયન ડોલર એટલે કે 16 હજાર 450 કરોડ રૂપિયાનું નુકસાન થશે. જો વધી રહેલી ગરમી પર લગામ નહીં લાગે તો આ આંક વધી શકે છે.

રિપોર્ટ મુજબ દક્ષિણ એશિયા પૈકી ભારત પર ગ્લોબલ વોર્મિંગની સૌથી વધુ અસર પડશે. વર્ષ 1995માં ભારતમાં 4.3 ટકા કામકાજના કલાકો ઘટ્યા હતા અને હવે 2030 સુધી તેમાં 5.8 ટકાનો ઘટાડો થશે. ગ્લોબલ વોર્મિંગને કારણે અનેક દેશોના જીડીપી પર પણ અસર પડશે.

થાઇલેન્ડ, કમ્બોડિયા, પાકિસ્તાન અને ભારતની જીડીપી અંદાજે 5 ટકા સુધી ઘટી જશે. દુનિયાભરમાં અંદાજે 94 કરોડ લોકો ખેતી સાથે સંકળાયેલા છે. પરંતુ ગરમીને કારણે દુનિયાભરમાં 60 ટકા ખેડૂતો નિયત કરતા ઓછું કામ કરશે. મતલબ કે ભારતે ગ્લોબલ વોર્મિંગ સામે અત્યારથી જ ચેતી જઇ યોગ્ય પગલાં ભરવાની જરૂર છે.

READ ALSO

Related posts

કોરોનાનો કહેર: અમેરિકામાં વધી રહ્યું છે સંકટ, ન્યૂયોર્કનાં ઝૂ માં આ વન્ય જીવમાં જોવા મળ્યું સંક્રમણ

pratik shah

લોકડાઉન: અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા મોદી સરકાર વધુ એક પેકેજ જાહેર કરે તેવી શક્યતા

Pravin Makwana

Coronavirus: દેશમાં સંક્રમિતનો સંખ્યા 3500ને પાર, 83ના મોત, જાણો રાજ્યવાર આંકડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!