GSTV
Gujarat Government Advertisement

હૈદરાબાદના પ્રાણી સંગ્રહાલયમાં 8 સિંહો કોરોના પોઝિટિવ, ભારતમાં પ્રથમ કિસ્સો

Last Updated on May 4, 2021 by Bansari

કોરોના વાઇરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. હવે સંક્રમણની ઝપટમાં પશુઓ પણ આવી રહ્યા છે. હૈદરાબાદના એક ઝૂમાં આઠ એશિયાટિક સિંહ કોરોના સંક્રમિત મળ્યા છે. તેમનામાં કોરોના લક્ષણ દેખાતા તેમનો રિપોર્ટ કઢાયો હતો, જેમાં તેઓ પોઝિટિવ મળ્યા છે. ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે.

મળતી માહિતી મુજબ 29મી એપ્રિલના રોજ સીસીએમબી (સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી)એ મૌખિક જણાવ્યું કે નેશનલ ઝૂલોજિકલ પાર્ક (એનઝેડપી)ના 8 સિંહોનો આરટીપીસીઆર ટેસ્ટ થયો હતો, જેમાં તે પોઝિટિવ મળ્યા છે.

એનઝેડપીના ક્યૂરેટર અને ડાયરેક્ટર ડો. સિદ્ધાનંદ કૂકરેતીએ આ અંગે કોઇ સ્પષ્ટતા નથી કરી. જોકે તેમણે જણાવ્યું કે એ સાચુ છે કે સિંહમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા પરંતુ અત્યાર સુધી સીસીએમબી તરફથી તેમને આરટી-પીસીઆર રિપોર્ટ નથી મળ્યો.

સિંહોમાં કોરોના લક્ષણો દેખાતા રિપોર્ટ કઢાવવાનો નિર્ણય

મળતી માહિતી મુજબ 24 એપ્રિલના રોજ પાર્કમાં કામ કરી રહેલા કર્મચારીઓને સિંહોમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. ત્યારબાદ નેહરૂ ઝુલોજિકલ પાર્કના અધિકારીઓએ તેમનો કોરોના રિપોર્ટ કઢાવવાનો નિર્ણય કર્યો હતો.

નેહરૂ ઝુલોજિકલ પાર્ક બે દિવસ પહેલા જ બંધ કરાયો

રિપોર્ટ મુજબ નાગરિકો માટે ઝૂને બે દિવસ પહેલા જ બંધ કરવામાં આવ્યો છે. ઝૂ જે વિસ્તારમાં આવેલો છે, તે વિસ્તારમાં ખૂબ જ ગિચતા છે. આ વાઇરસ હવે હવા મારફતે પણ ફેલાઇ રહ્યો છે, બની શકે છે કે આસપાસના લોકોનો ચેપ આ સિંહોને લાગ્યો હોય.

ન્યૂયોર્કના ઝૂમાં વાઘ અને સિંહ પોઝિટિવ મળ્યા હતા

વાઇલ્ડલાઇફ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટરના ડાયરેક્ટરે જણાવ્યું કે અગાઉ અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રોન્ક્સ ઝૂમાં આઠ વાઘ અને સિંહો કોરોના પોઝિટિવ મળ્યા હતા, જોકે બાદમાં આવા અન્ય કોઈ અહેવાલો સામે આવ્યા નથી. જો કે, હોંગકોંગમાં કૂતરા અને બિલાડીઓમાં વાયરસ જોવા મળ્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!