GSTV
Mehsana ગુજરાત

મહેસાણાના ધરોઈ ડેમના ૮ દરવાજા ખોલવામાં આવ્યા, સાબરમતિ અનારાધાર

મહેસાણા જિલ્લામાં જિલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોરદાર જામ્યો છે. જેને લઇને મહેસાણા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના અનેક સ્થળે ઢીંચણ સમા પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ મહેસાણા જિલ્લાના સતલાસામાં આવેલો ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમ હાલમાં સતત નવા નીરની આવક નોંધાઈ રહી છે. આજે સવારે ધરોઈ ડેમની સપાટી 619 ફૂટને આબી જતા સાબરમતી નદીના કાંઠે હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ડેમમાં પાણીની આવક 165,840 જેટલી થઈ હતી. જેથી ધરોઈ યોજના દ્વારા જિલ્લા કલેક્ટરને એલર્ટ આપવામાં આવ્યું છે. મહેસાણાના ધરોઈ ડેમ હાલમાં એલર્ટ સ્ટેજ પર છે. જેમાં 88.34 ટકા ભરાઈ જતા હવે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવશે. હાલમાં સપાટી વધી ને 619 ફૂટ થઇ છે. ધરોઇની ભયજનક સપાટી 622 ફૂટ છે.

જળાશયમાં સતત પાણીની સપાટી તેમજ જથ્થો વધવાની શકયતા હોવાથી પાણીની આવકને ધ્યાને લઈ 8 ગેટ ખોલી દેવાયા છે. જેને લઇને કાંઠા વિસ્તારોને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 8 દરવાજા ખોલવાથી સાબરમતી નદી માં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Related posts

તાપી / પહેલાં ભાજપ અને પછી AAPમાં ગયેલા પૂર્વ MLAના પત્ની સ્નેહલતા વસાવાની કોંગ્રેસમાં ઘરવાપસી

Nakulsinh Gohil

સુરત / કારમાંથી મળ્યાં 75 લાખ રૂપિયા, બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

Nakulsinh Gohil

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા, ભાજપના આ ઉમેદવારે કહ્યું કે જીતીશ તો ખુલ્લેઆમ દારૂ વેંચીશ, જુઓ વિડીયો

Nakulsinh Gohil
GSTV