GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

માત્ર 2 મિનિટમાં આખા આઠવાડિયાનું લસણ અને આદુ છોલવાની 8 ક્વિક ટિપ્સ

દાળ હોય કે શાક કે પછી ચટણી અને પરાઠા, લસણ વગર તો લગભગ સ્વાદ અધૂરો જ રહી જાય, પરંતુ ગૃહિણી માટે સૌથી વધારે સમય ખાઈ જતું કામ છે લસણ ફોલવું. એટલે જ તો આજકાલ કામકાજી મહિલાઓની સાથે-સાથે હાઉસવાઇફ પણ એકસાથે અઠવાડિયાનું લસણ એકસાથે જ ફોલી દેતી હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ લસણ ફોલવાની 5 સરળ રીત જેનાથી મિનિટોમાં જ ફોલાઈ જશે આખા અઠવાડિયાનું લસણ. સાથે સાથે આદુ પણ સરળતાથી છોલવાની 3 ઉપયોગી ટિપ્સ.

  • સૌ પ્રથમ સારી ગુણવત્તાનું લસણ લઈ તેની કળીઓને અલગ કરી દો. હવે કાચની ઢાંકળવારી બરણી લઈ તેમાં લસણની કળીઓને ભરી ઢાંકણ બંધ કરી બરાબર હલાવો. લગભગ એકાદ મિનિટમાં લસણની કળીઓમાંથી છોતરાં છૂટાં પડી જશે.
  • લસણને ઠંડા પાણીમાં એક કલાક માટે પલાળી દો. પાણી ગરમ હોય તો 15 મિનિટ જ પલાળી રાખવી કળીઓ. ત્યારબાદ કળીઓ હાથમાં મસળતાં જ છોતરાં અલગ પડવા પડશે. લસણ વધારે છોલવાનું હોય ત્યારે આ રીત પરફેક્ટ છે.
  • એક ચોપિંગ બોર્ડ કે ફ્લેટ સરફેસ વાળી વસ્તુ કે પાટલી લો. તેના પર લસણની કળીઓને રાખો. હવે એક ચપ્પુ આડુ પકડીને લસણની કળીઓને થોડી-થોડી દબાવો. ફટાફટ છોતરાં અલગ પડવા લાગશે. આજ રીતે કળી પર વેલણ ફેરવવાથી પણ છોતરાં અલગ પડવા લાગે છે.
  • એક ચોખ્ખુ કપડું લઈ અંદર લસણની કળીઓ મૂકો અને સરખી રીતે પોટલી વાળી હાથથી મસળો. થોડી જ વારમાં કળીઓ પરથી છોતરાં અલગ પડવા લાગશે.
  • લસણની કળીઓને તવી પર કે માઇક્રોવેવમાં થોડી ગરમ કરી લો. તવી ગરમ થઈ જાય એટલે ઉપર લસણની કળીઓ મૂકવી. એક-દોઢ મિનિટ સુધી શેકતા રહેવું. કળીઓને શેકવાથી છોતરાં ફટાફટ છૂટાં પડે છે. માઇક્રોવેવમાં ગરમ કરો તો એક મિનિટ માટે ગરમ કરવી કળીઓ.
  • આદુને ક્યારેય ચપ્પા કે પીલરથી ન છોલવું, પરંતુ ચમચીથી છોલવું. ચપ્પાથી છોલવાથી તેના ઉપરના લેયરની સાથે અંદરનું લેયર પણ છોલાઇ જાય છે. અને આદુનો ઘણો વેસ્ટ થાય છે.
  • આદુને ફ્રિજની જગ્યાએ ફ્રિજરમાં સ્ટોર કરવાથી છોલવામાં સરળતા રહે છે.
  • આદુના નાના ટુકડા કરી લો. ત્યારબાદ એક બાઉલમાં પાણી લઈ આદુના ટુકડા પલાળી દો. પાંચથી દસ મિનિટ બાદ તેને હાથથી મસળવાથી છોતરાં અલગ પડવા લાગશે.

Related posts

શું બેંક તમને લોન નથી આપતી: આ કારણ પણ હોઈ શકે છે, જાણો લોન લેવા માટે CIBIL કેટલુ મહત્વનું છે !

Pravin Makwana

પોલીસની દબંગાઈ : દુકાનધારકે ઉધારમાં લસ્સી આપવાની ના પાડતા આપી ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી

Nilesh Jethva

હવે ટિકટોકને ભૂલી જાવ: આવતી કાલે ભારત લોન્ચ કરશે દેશી સોશિયલ મીડિયા એપ, આ રીતે કરી શકશો ડાઉનલોડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!