GSTV

કોલસાનો કંકાસ / અછત હોય કે ન હોય ભાવ વધારાને કારણે અંકલેશ્વરમાં કારખાના બંધ, 3 હજાર કામદારો બેકાર

Last Updated on October 7, 2021 by Pritesh Mehta

કોરોનાના કેસો ઓછા થતા ઉદ્યોગો માંડ માંડ ઉગરી રહ્યા હતા ત્યાં ડાઇંગ-પ્રોસેસિંંગ  ઔધોગિક  એકમોમાં ઉપયોગમાં લેવાતા કોલસાના ભાવોમાં તોતિંગ વધારાને કારણે દક્ષિણ ગુજરાત સહિત અંકલેશ્વરમાં ટેક્સટાઇલ ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે.

કોલસા

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના આઠ જેટલાં ડાઇંગ પ્રોસેસિંગ ઉદ્યોગ એકમો કોલસાના ભાવમાં ૪ ગણા વધારાના કારણે બંધ થવાની કગાર પર ઉભા છે. બે ત્રણ ઉદ્યોગોને  બાદ કરતાં તમામ  ડાઇંગ-  પ્રોસેસિંગ ઉદ્યોગ એકમોના સંચાલકોએ ફરજિયાત શટ ડાઉન લેવાની ફરજ પડી છે. જેના કારણે અંદાજે ૩૦૦૦થી વધુ કામદારો બેરોજગાર બન્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સંચાલકોના જણાવ્યા પ્રમાણે કોલસો રૃા.૪ પ્રતિ કિલોના ભાવે મળતો હતો તેના ભાવ હાલમાં રૃા.૧૬ પ્રતિ કિલો થતા ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવાની ફરજ પડી છે.

આ ઉપરાંત પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રિઝમાં રો મટિરિયલ તરીકે ઉપયોગમાં લેવાતા રંગ રસાયણના ભાવમાં ૧૫ ટકા જેટલો વધારો નોંધાયો છે, જે ટેક્સટાઇલ ઉદ્યોગના માથે પડયા ઉપર પાટું સમાન બની રહયો છે . અંકલેશ્વર જીઆઇડીસીમાં  સ્થાનિક ડાઇંગ પ્રોસેસિંગ યુનિટોના સંચાલકોએ શટ ડાઉન લેતા અંદાજે ૩૦૦૦ કામદારો રોજીરોટી વિનાના બન્યા છે.

સ્થાનિક ટેક્સ્ટાઇલના ઉદ્યોગો અત્યાર સુધી ઇન્ડોનેશિયાથી આવતો કોલસો ખરીદી ઇંધણ-બળતણ  તરીકે ઉપયોગમાં લેતા હતા. પરંતુ  વૈશ્વિક બજારમાં ટ્રેડ વોરને કારણે ચીને બમણા ભાવે ઇન્ડોનેશિયા પાસેથી કોલસો ખરીદી લીધો છે.

અગાઉ ઓસ્ટ્રેલિયા ચીનને મોટી માત્રામાં કોલસો નિકાસ કરતું હતું પરંતુ આ બે દેશો વચ્ચે રાજકીય  મઠાગાંઠ સર્જાતાં ઓસ્ટ્રેલિયાએ ચીનને કોલસો આપવાનું બંધ કરી દીધું જેના પરિણામે ચીને ઇન્ડોનેશિયા પાસેથી બમણા ભાવે કોલસો ખરીદી લીધો છે અને તેની સીધી અસર ભારતમાં થતા કોલસાની આયાત ઉપર પડી છે.

કોલસાના ભાવમાં જે કમરતોડ વધારો નોંધાયો છે તેનું બીજું એક કારણ એ પણ સામે આવી રહ્યું છે કે દેશના અન્ય રાજ્યોમાં જે કોલસાની ખાણો છે, જેમાં વરસાદી પાણીએ ભરડો લીધો છે. આથી આગામી ડિસેમ્બર જાન્યુઆરી સુધી તો દેશની કોલસાની ખાણોમાંથી કોલસો  ઉપલબ્ધ થઇ શકે તેમ નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

Zainul Ansari

ઉમરગામ તાલુકાના બત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આદિવાસી ઉમેદવારોને જાતીનાં દાખલાઓ મામલે રાજકીય માહોલ ગરમાયો

pratik shah

વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી 8 અને 9મી ડિસેમ્બરે દુબઈની મુલાકાતે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!