GSTV
Gujarat Government Advertisement

સેફ્ટિ સાધનો છતાં અમદાવાદમાં 24 કલાકમાં 12 ડોક્ટરો કોરોના પોઝિટીવ, 200થી વધુ ફ્રન્ટલાઈન વોરિયર્સને લાગ્યો છે ચેપ

Last Updated on June 6, 2020 by Mansi Patel

કોરોના સંક્રમણ દેશમાં તેમજ ગુજરાતમાં પણ વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણના કેસો અમદાવાદમાં નોંધાય છે. અમદાવાદમાં કોરોના સામે લડાઈ લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ કોરોનાએ ઘાયલ કરી દીધા છે. ગુજરાતમાં કોરોના વોરિયર્સ પણ ખૂબજ સાવચેતી જાળવી કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 12 ડોકટરો અને એક સ્ટાફ નર્સ સાથે કોરોના પોઝિટિવ થતા ફ્રંટલાઈન વોરીયર્સમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી હોસ્પિટલોમાં તબીબો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં સિત્તેર દિવસમાં કોરોના દર્દીઓ સાથે સીધા સંકળાયેલા 200 થી વધુ ડોકટરો અને મેડીકલ સ્ટાફ કોરોના પોઝિટિવ થયા છે.

સુરક્ષાના સાધનો પણ નથી કરી શકતા સુરક્ષા

સુરક્ષાના સાધનો છતાં ડોક્ટરો, નર્સો અને પેરામેડિકલ સ્ટાફ પણ સુરક્ષિત નથી. અમદાવાદમાં છેલ્લા 24 કલાક સહિત છેલ્લા 70 દિવસોમાં ગુજરાતમાં 200થી વધુ ડોક્ટરો સહિત મેડિકલ સ્ટાફમાં કોરોના થયો છે. પીપીઈ કિટ પહેરીને કોરોના પોઝીટીવ દર્દીઓની સેવા કરવા દરમિયાન તેઓ પણ સુરક્ષિત નથી. કોરોનાનો ભય હજુ ટળ્યો નથી. સુરક્ષાના સાધનો પહેરીને લોકોની સેવા કરી રહેલા ડોક્ટરોમાં પણ હવે કોરોનાનો ખતરો વધી રહ્યો છે. જેઓ કોરોના સામે સંપૂર્ણ સજાગ છે છતાં કોરોના પોઝીટીવ થયા છે. તો સામાન્ય માણસો કે જેઓ સુરક્ષાને લઈને જાગૃત નથી તેઓએ હવે જાગૃત રહેવાની જરૂર છે.

સોલા સિવિલમાં 20થી વધુ હોસ્પિટલના કર્મચારીઓનો રિપોર્ટ પોઝીટીવ

શહેરની સોલા સિવિલનાં કર્મચારીઓનાં રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યા છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદની સોલા સિવિલના ચાર કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો છે. સોલા સિવિલમાં એક સીએમઓ, 2 ડોક્ટર અને એક નર્સનો રિપોર્ટ પોઝિટીવ આવતા કોરોનાગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા 20 પર પહોંચી છે. સોલા સિવિલમાં આ પહેલા પણ 10 નર્સ અને 6 ડોક્ટરોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેમને સારાવાર અર્થે ખેસડ્યા હતા. દક્ષિણઝોનમાં આવેલા ઈસનપુર વોર્ડમાં એક તબીબ કોરોના પોઝિટિવ થયા છે. આ તમામ એક અથવા બીજી રીતે કોરોના દર્દીઓની સારવાર સમયે પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. આ પહેલા એલજી હોસ્પિટલમાં પણ રેસિડેન્ટ ડોક્ટર સહિતના અન્ય લોકો સંક્રમિત થયા છે. અગાઉ પણ એલજી હોસ્ટિપલમાં 10થી વધારે ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ વગેરે કોરોના પોઝીટીવ આવ્યા હતા.

શહેરના વિવિધ વોર્ડમાં ડોક્ટરો થયા કોરોના સંક્રમિત

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કોરોના દર્દીઓની સારવાર અથવા તેમના સંપર્કમાં આવવાના કારણે હવે ચિકીત્સા કરી રહેલા તબીબો અને મેડીકલ તથા પેરા મેડીકલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં રહેતા એક 48 વર્ષના તબીબની સાથે તેમના પિતા પણ સંક્રમિત થયા છે.શાહીબાગ વિસ્તારમાં પણ એક તબીબ અને તેમની સાથે તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ થયાનું જાણવા મળે છે. શહેરના ઉત્તરઝોનમાં સરદારનગર વોર્ડમાં એક 59 વર્ષના તબીબ કોરોના સંક્રમિત થયા છે. અસારવા વોર્ડમાં એક રેસીડેન્ટ ડોકટર કોરોના પોઝિટિવ થયા છે.ઉપરાંત અસારવા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા એક નર્સ કોરોના પોઝિટિવ થયા છે.પશ્ચિમ અમદાવાદમાં નવરંગપુરા વોર્ડમાં એક મહીલા તબીબ કોરોના સંક્રમિત થયા છે.પાલડી વોર્ડમાં એક યુવાન તબીબ કોરોના પોઝિટિવ થયા છે.ઉત્તર-પશ્ચિમમાં આવેલા જોધપુર વોર્ડમાં એક તબીબ પોઝિટિવ બન્યાં છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!