બીજેપી અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર આપ્યો છેકે, કોંગ્રેસે પોતાના 55 વર્ષનાં કામોને લઈને સામે આવે અને બીજેપી 5 વર્ષનાં કામોને લઈને સામે આવે ત્યારબાદ સરખામણી થવી જોઈએ કે કોણે વધારે કામ કર્યુ છે. અમિત શાહ ઝારખંડનાં ચક્રધરપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમ્યાન અમિત શાહે રેલીમાં હાજર બધા જ લોકોને આહ્વાન કર્યુકે, અહીંથી ગયા બાદ કાકા-કાકી, ફઈ-ફુઆ, દોસ્ત, જમાઈ જેવાં 50 લોકોને ફોન કરજો અને બીજેપીને મત આપવા માટે કહેજો. ચક્રધરપુરથી ઝારખંડ બીજેપી અધ્યક્ષ લક્ષ્મણ ગિલુઆ ઉમેદવાર છે.

કોંગ્રેસનાં ખોળામાં બેઠા છે હેમંત સોરેન
અમિત શાહે કોંગ્રેસ અન એનસીપી પર પ્રહાર કરતા કહ્યુકે, જ્યારે અલગ ઝારખંડ માટે આંદોલન ચાલી રહ્યુ હતુ તો તે સમયે યુવાનો ઉપર કોંગ્રેસ પાર્ટીએ ગોળીઓ ચલાવડાવી અને દંડા વરસાવવાનો આદેશ આપ્યો. અમિત શાહે કહ્યુકે, જો કોંગ્રેસ ઝારખંડની રચનાનો વિરોધ કરતી હતી. આજે જેએમએમનાં નેતા હેમંત સોરેન તેજ કોંગ્રેસ પાર્ટીનાં ખોળામાં બેસીને મુખ્યમંત્રી બનવા માટે નીકળ્યા છે.

#WATCH Amit Shah in Chakradharpur: Kapil Sibal said in SC that there is no need to hurry in Ram Janmabhumi case….We requested that the case should be moved faster. What was the result? SC has given judgement & now a grand sky-high temple of Ram Lalla will be built in Ayodhya. pic.twitter.com/OaoH8dtsqP
— ANI (@ANI) December 2, 2019
વીણી-વીણીને બહાર કરીશું ઘુસણખોરોને
બીજેપી અધ્યક્ષે આ રેલીમાં એકવાર ફરીથી એનઆરસી લાગૂ કરવાનો વાયદો કર્યો હતો. અમિત શાહે કહ્યુકે, 2024માં જ્યારે તેઓ સરકાર બનાવવા માટે જનાદેશ માંગવા આવશે તો તે પહેલાં આખા દેશમાં એનઆરસી લાગૂ કરવામાં આવશે અને ઘુસણખોરોને વીણી-વીણીને બહાર કરવામાં આવશે.

OBCને આરક્ષણ
ગૃહ મંત્રી અમિત શાહે રેલીમાં ઓબીસી સમુદાયને લલચાવ્યા. તેમણે કહ્યુકે, બીજેપીએ ઓબીસી સમાજ માટે નક્કી કર્યુ છેકે, ઝારખંડમાં જો ભાજપની સરકાર બનશે તો આદિવાસીઓ, દલિતોના અનામતમાં છેડછાડ કર્યા વગર ઓબીસી સમાજ માટે અનામત વધારવા માટે એક કમિટી બનાવશે અને તેની તૈયારીઓ કરી દીધી છે તેવો દાવો કર્યો.

આકાશને અડતું રામમંદિર
બીજેપી અધ્યક્ષ અમિત શાહે એકવાર ફરીથી રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુકે, કોંગ્રેસ પાર્ટીનાં નેતા સુપ્રિમ કોર્ટમાં જઈને કહેતા હતાકે, રામજન્મભૂમિનો કેસ ચલાવવાની જરૂર નથી. અમિત શાહે કહ્યુકે, તમારા લોકોની તાકાતથી અમે લોકોએ આગ્રહ કર્યો કે, કેસ ચાલવો જોઈએ. હવે પરિણામએ છેકે, સુપ્રિમ કોર્ટે જજમેન્ટ આપ્યુ છેકે, હવે અયોધ્યામાં આકાશને આંબતુ રામમંદિર બનશે. ઉલ્લેખનીય છેકે, 7 ડિસેમ્બરે ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન છે. આ દિવસે 20 વિધાનસભા સીટો પર મતદાન થશે.
READ ALSO
- સેક્સ સંબંધો માણવા 15 વર્ષના છોકરાને લીધો દત્તક પણ શિક્ષિકા સાથે એવું થયું કે…
- દેશના TOP 10 પોલીસ સ્ટેશનોની યાદી થઈ જાહેર, ગુજરાત પોલીસ લઈ શકે છે આ ગૌરવ
- પીએમ મોદી આ સ્માર્ટફોનનો કરે છે ઉપયોગ, અમિત શાહની પણ આ છે પસંદ
- મહિલા જજ ચેમ્બરમાં વકીલો સાથે કરતી હતી સેક્સ, ફેમિલી કોર્ટને ફનહાઉસ બનાવી રાખી હતી
- ડ્રાઈવિંગના નિયમોમાં મોદી સરકાર કરી રહી છે મોટો ફેરફાર : નોટિફિકેશન બહાર પાડ્યું, નવા વર્ષે થશે અમલ