GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

કોરોનાએ તો પ્રેમી પંખીડાને પણ એક ન થવા દીધા, આઠ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને પોતાના લગ્ન અટકાવવા પડ્યા

દુનિયામાં કહેર બનીને વરસી રહેલા કાળમુખા કોરોનાને કારણે રમત-વિશ્વની સાથે લોકોનું જનજીવન પર થંભી ગયું છે. સાથે જ ક્રિકેટરોના સપનાઓ પર પાણી ફરી વળ્યુ છે. કારણ કે, આ મહામારીના કારણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોના લગ્નના સમારંભ પર પણ બ્રેક લાગી ગઈ છે. સામાન્ય રીતે તો, ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એપ્રિલ મહિનામાં લગ્નની મૌસમ મહોરી ઉઠતી હોય છે. જોકે, કોરોનાના કારણે આ વખતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને શરણાઈ વગડાવવાનું હાલ પુરતું તો મુલતવી રાખવું પડ્યું છે.

મેક્સવેલ અને કમિન્સ જેવા સ્ટાર્સ પણ કરવાના હતા લગ્ન

ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, એડમ ઝામ્પા સહિતના આઠથી નવ જેટલા ક્રિકેટરોને તેમના લગ્નનું આયોજન હાલ સ્થગિત કરવું પડ્યું છે. જેમાં મેક્સવેલ અને કમિન્સ જેવા સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, મેક્સવેલ ભારતીય મૂળની ઓસ્ટ્રેલિયન યુવતી વીનિ રમણ સાથે સગાઈ કરી છે.

ખેલાડીઓએ લગ્નના આયોજન સ્થગિત કર્યા

જ્યારે કમિન્સે પણ ફેબુ્રઆરીમાં તેની ગર્લફ્રેન્ડ બૅકી બોસ્ટોનને પ્રપોઝ કર્યું હતુ. આ પછી બંને સ્ટાર્સ ચાલુ વર્ષે એપ્રિલમાં જ લગ્નનું આયોજન કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ટોચના સ્ટાર્સની સાથે સાથે સ્પિનર એડમ ઝામ્પા, જેક્સન બર્ડ, મિચેલ સ્વેપસન, એન્ડ્ર ટાય, ડી’એર્ચી શોર્ટ તેમજ એલિસ્ટર મેક્ડેરમોટ્ટ જેવા પુરુષ ક્રિકેટરોનો અને કેટલિન ફ્રેયટ્ટ તેમજ જેસ્સ જોનાસેન જેવી મહિલા ખેલાડીઓને પણ તેમના લગ્નના આયોજન સ્થગિત કરવા પડ્યા છે. હાલમાં ઓસ્ટ્રેલિયાએ લગ્નમાં માત્ર પાંચ જ વ્યક્તિને હાજર રહેવાની છૂટ આપી છે.

READ ALSO

Related posts

IL&FSની ગિફ્ટ-સિટીમાં રહેલો 50% હિસ્સો ખરીદવા માટે ગુજરાત સરકાર સક્રિય, કરશે મહત્વનો નિર્ણય

pratik shah

કોરોના ટેસ્ટના નામે તંત્રનો થયો છે ટેસ્ટ, ગુજરાતની વસ્તીની તુલનામાં ખૂબ જ ઓછા પરિક્ષણ

pratik shah

કોરોનાના કેસો 57 લાખને પાર : આ 3 દેશો સૌથી વધુ પ્રભાવિત, રશિયામાં સંક્રમણ ચરમસીમાએ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!