સાતમું પગાર પંચ : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર,વેતનમાં સરકાર કરશે આટલો વધારો

સાતમા પગાર પંચની ભલામણ લાગૂ થાય તેની સૌકોઇ રાહ જોઇ રહ્યાં છે. મીડિયા રિપોર્ટસમાં કેન્દ્રીય કર્મચારીઓને વધેલા વેતનનો લાભ નવા વર્ષમાં આપવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ કેટલો વધારો થશે તેને લઇને કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેવામાં કર્મચારી પોતાની માગને લઇને સરકાર પર દબાણ વધારી રહ્યાં છે. સરકાર પણ આગામી વર્ષે થનાર સામાન્ય ચૂંટણી પહેલાં કોઇ જોખમ લેવા નથી માગતી તેથી કોઇ સમાધાન કાઢવાની તૈયારી કરી રહી છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર સરકાર લોકસભાની ચુંટણી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓની બેઝિક પેમાં વધારો કરી શકે છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનો દાવો છે કે સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરશે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓની બેઝિક પે 3000 રૂપિયા સુધી વધી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર 2.57 ગણાંથી વધારીને 3 ગણુ કરવામાં આવી શકે છે. જો કે કેન્દ્રીય કર્મચારીઓની માગ છે કે ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68 ગણુ કરવામાં આવે.

જો ફિટમેન્ટ ફેક્ટરમાં 3 ગણો વધારો કરવામાં આવે તો, કર્મચારીઓના બેસિક પે 18000થી વધીને 21000 રૂપિયા થઇ શકે છે. 7માં પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓના ન્યૂનતમ વેતન 18 હજાર રૂપિયાની ભલામણ કરવામાં આવી હતી, જ્યારે કર્મચારીઓ તેને વધારીને 26 હજાર રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે.

26 જાન્યુઆરીએ જાહેર થવાની શક્યતા 
કેન્દ્ર સરકારે વેતન વધારાની જાહેરાત ક્યારે કરશે. પરંતુ તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. કેટલીય વાર પહેલાથી જ કેન્દ્રીય કર્મચારીઓને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. આશા રાખવામાં આવી રહી છે, કે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કરી શકે છે.

 
એરિયરનો નહિં મળે ફાયદો 
સૂત્રો માને છે, કે સાતમાં પગાર પંચનો ફાયદા અંતર્ગત વધેલો પગાર અને ફિટમેન્ટ ફેક્ટર જો લાગૂ કરવામાં આવે છે. તે કર્મચારીઓને એરિયારના કોઇ પણ પ્રકારના ફાયદાઓ મળશે નહિ. અમુક મીડિયા રિપોર્ટ્સમાં એ માહિતી પણ આપવામાં આવી રહી છે, કે સરકાર એરિયર આપવાના મૂડમાં નથી, સરકારના આર્થિક સલાહકારોએ વેતનમાં વૃદ્ધિથી વધારે નુકશાન થવાની વાત કરી હતી

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter