GSTV

કર્મચારીઓ આનંદો/ સરકારી કર્મચારીઓના પેન્શન નિયમોમાં થયો મોટો બદલાવ, જાણો હવે કેટલું મળશે પેન્શન?

Last Updated on July 20, 2021 by Harshad Patel

સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે. સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓની પેન્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે, જે અંતર્ગત હવે કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવાર અને તેના પર આશ્રિત લોકોને મદદ મળશે. આ અંતર્ગત આશ્રિતોને પેન્શનના 50 ટકા નાણાં આપવામાં આવશે. શું છે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય

7 વર્ષની સર્વિસની શરતના નિયમને ખતમ કરી દેવામાં આવ્યો

નવા નિયમ મુજબ સરકારી કર્મચારી પર આશ્રિત લોકો માટે પેન્શન માટેની 7 વર્ષની સર્વિસની શરતના નિયમને ખતમ કરી દેવામાં આવ્યો છે. હવે જો કોઈ કર્મચારી 7 વર્ષની સર્વિસ પૂર્ણ થતાં પહેલાં મૃત્યુ પામે છે, તો કર્મચારીના પરિવારને પેન્શનના 50% નાણાં આપવામાં આવશે. એટલે કે, હવે સરકારી કર્મચારીના મૃત્યુ પછી મળનારા પેન્શનની શરતો ખતમ કરી દેવામાં આવી છે. અગાઉ ઘણા કિસ્સાઓમાં આ સ્થિતિને કારણે પરિવારના સભ્યોને પેન્શનનો લાભ મળી શક્યો ન હતો.

સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું

ખૂબ લાંબા સમયની રાહ જોવડાવ્યા પછી કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું વધારી દીધું છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું- ડી.એ. ને ફરીથી બહાલ કર્યું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેશનભાગીઓ માટે મોંઘવારી ભથ્થું અને મંઘવારી રાહત 17 ટકાથી વધારીને 28 ટકા કરી દેવામાં આવી છે. આ નવા દરો 1 જુલાઈ, 2021 થી લાગુ થશે.

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ

નાણાં મંત્રાલયે એપ્રિલ 2020 માં કોરોના સંકટને લીધે કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરો માટેના મોંઘવારી ભથ્થામાં વધારો રોકવાનો નિર્ણય લીધો હતો. તેમને ડી.એ.નો લાભ 30 જૂન 2021 સુધી મળ્યો નથી. હવે લગભગ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને સરકારના આ પગલાથી લાભ થશે. તેનાથી સરકારને લગભગ 34,401 કરોડ રૂપિયાનો ખર્ચ વધશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

સ્વામીએ મોદી સરકારની વિરુદ્ધમાં જઈ મમતાનો સપોર્ટ કર્યો, કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!