GSTV

ખુશખબર / કેન્દ્રીય કર્મચારીઓને આ મહીને મળશે Double Bonanza!, જુઓ ક્યારે અને કેટલાં ગણો વધશે પગાર

કર્મચારીઓ

Last Updated on September 26, 2021 by Dhruv Brahmbhatt

કેન્દ્રીય કર્મચારીઓને ઘણાં લાંબા સમય બાદ હવે બેસિક સેલેરીના 28 ટકા મોઘવારી ભથ્થું (DA Hike) મળવા લાગ્યું છે. આ સાથે જ કર્મચારીઓનો HRA પણ વધી ગયો છે. ત્યાર બાદ આ મહિને એટલે કે કર્મચારીઓનો સપ્ટેમ્બરનો પગાર હવે Double Bonanza સાથે મળશે.

SALARY

DA સાથે HRA માં પણ વધારો

સરકારે મોંઘવારી ભથ્થું વધારવાની સાથે-સાથે કેન્દ્રીય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં પણ વધારો કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઇએ કે, નિયમો અનુસાર HRA એટલાં માટે વધારવામાં આવ્યું છે કારણ કે, મોંઘવારી ભથ્થું 25 ટકાથી વધુ થઇ ગયું છે. એટલાં માટે કેન્દ્ર સરકારે હાઉસ રેન્ટ અલાઉન્સને પણ વધારીને 27 ટકા કરી દીધું છે.

વાસ્તવમાં ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેંડિચરએ 7 જુલાઇ 2017 ના રોજ એક આદેશ જાહેર કર્યો હતો કે જેમાં કહેવાયું હતું કે, મોંઘવારી ભથ્થું 25 ટકાથી વધુ થઇ જશે. તો હાઉસ HRA ને રિવાઇઝ કરવામાં આવશે. 1 જુલાથી મોંઘવારી ભથ્થું 28 ટકા થઇ ગયું છે, એટલાં માટે HRA ને રિવાઇઝ કરવું જરૂરી છે.

વેતન

શહેરો મુજબ વધશે HRA

સરકારી આદેશ અનુસાર HRA ને શહેરો મુજબ ત્રણ વર્ગમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં X, Y અને Z રિવિઝન બાદ X કેટેગરી શહેરો માટે HRA બેસિક પે 27 ટકા હશે. આ જ રીતે Y કેટેગરીના શહેરો માટે HRA બેસિક પેના 18 ટકા હશે જ્યારે Z કેટેગરી શહેરો માટે બેસિક પે ના 9 ટકા હશે.

જાણો હવે કેટલું વધશે HRA

અહીં ઉદાહરણ દ્વારા સમજીશું કે, જો કોઇ શહેરની વસ્તી 5 લાખને પાર કરી જાય છે તો તે Z કેટેગરીથી Y કેટગરીમાં અપગ્રેડ થઇ જાય છે. એટલે કે ત્યાં 9% ના બદલે 18% HRA મળવા લાગશે. જે શહેરની વસ્તી 50 લાખથી વધુ હોય છે તે X કેટેગરીમાં આવે છે. ત્રણેય કેટેગરી માટે ન્યૂનતમ હાઉસ રેન્ટ અલાઉન્સ 5400, 3600 અને 1800 રૂપિયા હશે. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેંડિચર અનુસાર, જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા પહોંચી જશે તો HRA X, Y અને Z શહેરો માટે 30 ટકા, 20 ટકા અને 10 ટકા કરી દેવામાં આવશે.

SALARY

કુલ મળીને કેટલી સેલેરી વધશે?

7માં પગાર આયોગ પે મેટ્રિક્સના હિસાબથી કેંદ્ર સરકારના કર્મચારીઓની ન્યૂનતમ બેસિક સેલેરી 18 હજાર રૂપિયા હોય છે. આ 18,000 ની બેસિક સેલેરી પર કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકાના મુજબ હિસાબથી તેઓને જૂન 2021 સુધી 3060 રૂપિયા DA મળી રહ્યું હતું. જુલાઇ 2021 પછી તેમને 28 ટકા મોંઘવારી ભથ્થાના મુજબથી 5040 રૂપિયા દર મહીને મળવા લાગ્યા છે. એટલે કે 1980 રૂપિયા (5040-3060=1980) વધુ રકમ મંથલી સેલેરીમાં જોડાઇને મળી રહી છે. આ હિસાબથી પેન્શનર્સનું પેન્શન પણ નક્કી થશે. કર્મચારી પોતાના બેસિક પેન્શન મુજબથી કેલ્ક્યુલેટ કરી શકે છે. DA વધ્યા બાદ સેલેરીમાં કેટલો વધારો થશે.

સેલેરીમાં આટલો થશે વધારો

કુલ મળીને તમને જણાવી દઇએ કે ન્યૂનતમ DA વધારો 5040 રૂપિયા થશે અને ન્યૂનતમ HRA વધારો દર મહિને 1800 રૂપિયા થશે. એટલે કે સપ્ટેમ્બરમાં આવનારી સેલેરીમાં 6840 રૂપિયા (5040+1800) નો વધારો થશે.

READ ALSO :

Related posts

અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ભગવાન શિવનો રોલ ભજવશે, પહોંચ્યા શુટિંગ માટે

Damini Patel

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel

ભોપાલમાં ‘આશ્રમ 3’ વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન હોબાળો, બજરંગ દળના કાર્યકર્તાઓએ વાહનોમાં કરી તોડફોડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!