GSTV

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: DA અને DR બાદ હવે 15120 રૂપિયા વધ્યું HRA, શહેરોમાં લઈ શકશો સારામાં સારૂ ઘર

શોષણ

Last Updated on September 15, 2021 by Bansari

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્રીય કર્મચારીઓએ જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) માં વધારાના આધારે પગાર મળવવાનું શરૂ થઈ ગયું છે. એટલું જ નહીં, કેન્દ્રીય કર્મચારીઓના DA અને DR માં વધારા બાદ પગાર સાથેના અન્ય ભથ્થામાં પણ વધારો થયો છે. આનો સૌથી મોટો ફાયદો ભાડા ભથ્થા (HRA) માં થયો છે.

હકીકતમાં જોઈએ તો, કેન્દ્ર સરકારે 1 જુલાઈથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 28 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે 1 જુલાઈથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં 11 ટકાનો વધારો મંજૂર કર્યો હતો, જેનાથી 48 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને લાભ થયો હતો. હવે DA નો નવો દર 17 ટકાથી વધીને 28 ટકા થયો છે.

મોંઘવારી

DA માં વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવતા હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં પણ સુધારો કરવામાં આવ્યો છે. સરકારે HRA વધારીને 27 ટકા કરી છે. મોંઘવારી ભથ્થા પછી, હવે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં વધારાને કારણે, કેન્દ્રીય કર્મચારીઓ બલ્લે-બલ્લે થઈ ગયા છે.

HRA માં વિવિધ કેટેગરી માટે 1-3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયના આદેશ અનુસાર, હવે કેન્દ્રીય કર્મચારીઓને તેમના શહેર પ્રમાણે 27 ટકા, 18 ટકા અને 9 ટકા ઘર ભાડું ભથ્થું મળશે. હાલમાં, તે ત્રણેય વર્ગો માટે 24 ટકા, 16 ટકા અને 8 ટકા છે. ત્રણેય કેટેગરી માટે ન્યૂનતમ ઘર ભાડું ભથ્થું 5400, 3600 અને 1800 રૂપિયા હશે.

રોકાણ

DoPT ની સૂચના અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં સુધારો માત્ર મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવ્યો છે. સરકારે હવે વધેલા HRA માં અન્ય કેન્દ્રીય કર્મચારીઓને પણ સામેલ કરવાનું શરૂ કર્યું છે. બધા કર્મચારીઓને વધેલા HRA નો લાભ મળવા લાગ્યો છે.

READ ALSO

Related posts

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!