GSTV
Gujarat Government Advertisement

સરકારી કર્મચારીઓ માટે આવનારી છે ખુશખબરી, મહામારીમાં અટવાયેલું મોંઘવારી ભથ્થા સહિત પ્રોવિડન્ટ ફંડમાં થશે આ ફાયદો

Last Updated on April 14, 2021 by Harshad Patel

કોરોનાનો આ સંકટ ભર્યા માહોલમાં કેન્દ્રીય કર્મચારીઓને ખુશખબરી મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 2020 થી કોરોના મહામારીને કારણે અટવાઈ પડેલું મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી રિલીઝ કરી શકાય છે. મોંઘવારી ભથ્થું વધારવા સાથે જ કર્મચારીઓને રિટાયરમેન્ટ ફંડ અર્થાત્ પ્રોવિડન્ટ ફંડમાં પણ વધારો થશે. તમને જણાવી દઈએ કે 1 જુલાઈ 2021થી કર્મચારીઓના EPF કન્ટ્રીબ્યુશન વધી શકે છે. મોંઘવારી ભથ્થાના ત્રણ હપતા જારી કરવામાં આવશે. જેમાં મોઘવારી ભથ્થું વધીને 28 ટકા થઈ શકે છે. જો તેવું થાય છે તો પ્રોવિડન્ડ ફંડમાં મોટો લાભ થઈ શકે છે.

દુનિયામાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના જ સરકારી કર્મચારીઓને આ ભથ્થું

મોંઘવારી ભથ્થું એવા પૈસા છે જે દેશના સરકારી કર્મચારીઓને રહેવા ખાવાના સ્તરને વ્યવસ્થિત બનાવવા માટે આપવામાં આવે છે. મોંઘવારી વધ્યા પછી પણ કર્મચારીઓના રહેવાકરવામાં પૈસાના કારણે કોઈ મુશ્કેલી ન થાય. આ પૈસા સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. મોંઘવારી રાહત એલાઉન્સ પેન્શનર્સને મળે છે. આખી દુનિયામાં ફક્ત ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના જ સરકારી કર્મચારીઓને આ ભથ્થું આપવામાં આવે છે.

મોંઘવારી ભથ્થાની રોકાઈ ગયેલ ત્રણ હપતાઓ જુલાઈમાં આપશે

રાજ્ય નાણાંમંત્રી અનુરાગઠાકુરે સ્પષ્ટ કર્યું હતું કે સાતમા પગારપંચની ભલામણોને મધ્ય નજર રાખીને મોંઘવારી ભથ્થાની રોકાઈ ગયેલ ત્રણ હપતાઓ જુલાઈ મહિનામાં આપવામાં આવશે. જેમાં જાન્યુઆરી 2020, જૂન 2020, જાન્યુઆરી 2021 માં શામેલ છે. આ ઉપરાંત જૂન 2021 માં પણ મોંઘવારી ભથ્થું નક્કી કરી શકાય છે. એવામાં જુલાઈ પછી વધુ એક વખત કેન્દ્રીય કર્મચારીઓના ખીસામાં મોટી સેલેરી આવી શકે છે. જોકે હજુ એ પણ કહેવું મુશ્કેલ છે કે જૂન 2021માં મોંઘવારી ભથ્થું કેટલું વધશે.

જૂન 2021 માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાઈ શકાય

એક્સપર્ટ્સનું માનવું છે કે જૂન 2021 માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાઈ શકાય છે. જો એવું થયું તો મોંઘવારી ભથ્થું વધીને 32 ટકા થઈ જશે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થનારા વધારો થશે તો બીજા કમ્પોન્ટમાં પણ વધારો જોવા મળશે. તેમાં પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટીનો પણ સમાવેશ થાય છે. આ બંનેમાં મોટો ફાયદો જોવા મળી શકે છે.

પી.એફ.ની રકમમાં વધારો થશે

કેન્દ્રીય કર્મચારીઓ (કેન્દ્રીય સરકારી કર્મચારી) ની સેલરીથી કપાનારા પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટીની ગણતરી બેઝીક + મોંઘવારી ભથ્થું (Basic+DA) થી ગણાય છે. જુલાઇમાં કર્મચારીઓના ડીએમાં 11 ટકાનો ઉછાળો આવશે. તેનો સીધી રીતે અસર પીએફ અને ગ્રેજ્ચુટી પર પડશે. ડીએ17 ટકાથી વધીને 28 ટકા થઈ જશે. એવામાં પીએફ અને ગ્રેજ્ચુટીનું અંશદાન પણ વધી જશે. મોંઘવારી ભથ્થું વધવાની અસર ટ્રાવેલ એલાઉન્સ ઉપર પણ પડી શકે છે. એનો સીધો ફાયદો લગભગ 65 લાખ પેન્શનર્સને મળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ શું ગૌમૂત્ર અને ગાયના ગોબારથી સારો થઇ જશે કોરોના ? ડોક્ટરે આપી ચેતવણી, તમે પણ જાણી લેવો

Damini Patel

જાણવું જરૂરી/ શું ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાને આપી શકાય છે મ્હાત? ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

Bansari

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!