GSTV
Gujarat Government Advertisement

7th pay commission: 1.12 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સ માટે ખુશખબર, 26 જૂનને મળશે DAની ભેંટ

Last Updated on June 11, 2021 by pratik shah

7th pay commission અંતર્ગત અંદાજીત 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાક પેંશર્નસ માટે એ ખુશખબર છે, કે કેન્દ્રીય કર્મચારીઓના ડિયરનેસ એલાઉન્સ અને પેન્શનર્સને મળવા વાળી ડિયરનેશ રિલિઝને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વન્ટનું પ્રતિનિધિત્વ કરવાવાળી બોડી નેશનલ કાઉન્સિલ ઓફ JCMની 26 જૂનના રોજ મહત્વની બેઠક યોજાવાની છે.

DoPT અને મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સના અધિકારી શામેલ થાય

National Council of JCMમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનસ ટ્રેનિંગ એટલે કે DoPT અને મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સના અધિકારી શામેલ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 26 જૂનને યોજાનારી બેઠકમાં ડિયરનેસ એલાઉન્સ એરિયરને લઈને ચર્ચા યોજાશે. આ જાણકારી નેશનલ કાઉન્સિલ ઓફ JCMની તરફથી આપવામાં આવી છે. આ બેઠકની અધ્યક્ષતા કોબિનેટ સેક્રેટરી કરશે.

સરકાર

National Council of JCMના શિવ ગોપાલ મિશ્રા

National Council of JCMના શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે આ બેઠકનો એજન્ડા સાતમા વેતન આયોગના અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓને મળવા વાળી મોંઘવારીના ભથ્થા અને પેંશનર્સને મળવા વાળી ડિયરનેસ રિલીફનું એરિયર છે. તમને જણાવી દઈએ કે કોરોનાને કારણે સરકારે ડિયરનેસ એલાઉન્સ અને ડિયરનેસ રીલિફને 1 જાન્યુઆરી 2020થી ફ્રીઝ કરી દીધું હતું.

કર્મચારીઓ

1 જાન્યુઆરી 2020થી ફ્રીઝ કરવામાં આવ્યું છે

દરેક 6 મહિના પર ડિયરનેસ એલાઉન્સ અને ડિયરનેસ રીલીફને લઈને અપડેશન થાય છે. અને તે હિસાબથી 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021માં તેમાં બદલાવ થવો જોઈએ. મિશ્રાએ જણાવ્યું કે કેબિનેટ સેક્રેટરી અને મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ DA, DR એરિયરને લઈને ઘણા સકારાત્મક અને સહોયગવાળું રવૈયું હાલ અપનાવી રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજકારણ / આ સમાજનું યોજાશે મહાસંમેલન, 28 બેઠકો પર છે પ્રભુત્વ, અગ્રણી નેતાને પણ પડતા મુકશે

Pritesh Mehta

અપના સપના મની મની / લૉકડાઉનના કારણે ઘરમાં પુરાયેલા લોકોએ પૈસા કમાવવા અપનાવ્યો આ રસ્તો

pratik shah

નિષ્ક્રિયતા / હાઈકોર્ટ ટીકા કરે છે, પછી જ અમદાવાદ મ્યુનિના ઓફિસરો કામ કરે છે, આઈએએસ અધિકારીઓ કરે છે શું?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!