કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સોમવારે કર્મચારીને મળવા વાળા પ્રમોશનને લઇ મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પ્રમોશનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. પરંતુ કેસો દાખલ થઇ જવાના કારણે એમાં મુશ્કેલી આવી શકે છે. કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન ભારતીય મજુર સંઘની પ્રતિનિધિમંડળની બેઠક દરમિયાન કહ્યું, ઈમાનદારી અને પ્રદર્શનને બધી જગ્યાએ મહત્વ આપવામાં આવે છે. મંત્રીએ કહ્યું કે કાર્ય અનુકૂળ માહોલમાં ઉપલબ્ધ કરાવવા માટે પગલાં ભરવામાં આવ્યા છે, જેથી અધિકારી પોતાની ક્ષમતા મુજબ સારું પ્રદર્શન કરી શકે. સિંહએ આ સંબંધમાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા હાલમાં મંજુર મિશન કર્મયોગી સુધારનો પણ ઉલ્લેખ કર્યો છે.
પ્રમોશનની પ્રકિયાને સુગમ બનાવવાનો પ્રયાસ જારી

કર્મચારી મંત્રાલયના એક નિવેદન મુજબ, સિંહએ કહ્યું કે કર્મચારી અને પ્રશિક્ષણ વિભાગ પ્રમોશનની પ્રકિયાને સુગમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સમય-સમય પર ઘણી અરજીઓ દાખલ થવાના કારણે એમાં મુશ્કેલી પડી રહી છે. સિંહએ કહ્યું કે તેઓ કર્મચારીઓને વિભિન્ન સમૂહ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આ બધી સમસ્યામાંથી તેમણે છૂટકારો મેળવવા માટે સહયોગની અપીલ પણ કરી હતી.
- કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના હોમટાઉન વિરમગામમાં પંજાનો સંપૂર્ણ સફાયો, એકપણ ઉમેદવાર ના જીતી શક્યો
- LIVE: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો
- તાલુકા પંચાયત રિઝલ્ટ/ દક્ષિણમાં પણ ભાજપનો વેવઃ વલસાડમાં 31માંથી 29માં ભાજપે ભગવો લહેરાવ્યો
- વિક્રમ માડમના ઉત્તરાધિકારી પુત્ર દ્વારકામાં ચૂંટણી હાર્યા તો સાબરકાંઠામાં ખેડબ્રહ્માના ધારાસભ્ય પુત્રને ન જીતાડી શક્યા
- નગર પાલિકા રિઝલ્ટ/ પાલિકાના પરિણામમાં ભાજપ લીડમાં ,હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસના ભૂંડા હાલ