GSTV

ખુશખબર! કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં મળશે મોટી ભેટ: ફરી વધશે મોંઘવારી ભથ્થુ, જાણો કેટલી વધી જશે સેલરી

કર્મચારી

Last Updated on November 24, 2021 by Bansari

7th Pay Commission latest news: કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં ખુશખબર મળી શકે છે. જાન્યુઆરી 2022માં એક વાર ફરીથી મોંઘવારી ભથ્થુ વધશે. ડીએ વધવાથી કર્મચારીઓની સેલરીમાં ફરી વધારો થશે. જો કે નવેમ્બર 2022માં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે, તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ AICPI ઇન્ડેક્સના આંકડા અનુસાર 3 ટકા વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવા વર્ષમાં કર્મચારીઓને મળશે ખુશખબર

ડિસેમ્બર 2021ના અંત સુધી કેન્દ્રના કેટલાંક વિભાગોમાં પ્રમોશન થશે. આ ઉપરાંત Budget 2022 પહેલા ફિટમેંટ ફેક્ટરને લઇને પણ ચર્ચા થઇ રહી છે જેના પર નિર્ણય આવી શકે છે. જો આવું થયું તો મિનિમમ સેલરીમાં પણ વધારો થશે. પરંતુ હાલ મોંઘવારી ભથ્થાને લઇને AICPI ઇન્ડેક્સનો આંકડો શું કહે છે ચાલો જાણીએ.

કર્મચારીઓ

AICPI ડેટા દ્વારા નક્કી કરવામાં આવશે DA

નિષ્ણાતોના મતે જાન્યુઆરી 2022માં પણ મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થઈ શકે છે. એટલે કે, જો 3%નો વધારો થાય છે, તો કુલ DA 31% થી વધીને 34% થઈ શકે છે. AICPI ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2021 સુધીના આંકડા હવે બહાર આવી ગયા છે. તે મુજબ, મોંઘવારી ભથ્થું (DA) 32.81 ટકા છે. જૂન 2021 સુધીના ડેટા અનુસાર જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થુ વધારીને 31 ટકા કરવામાં આવ્યું છે. એટલે કે હવે તેના આગળના આંકડાઓ અનુસાર મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવશે અને તેમાં સારો એવો વધારો જોવા મળી શકે છે.

DA Calculator from July 2021

મહિનો પોઇન્ટ DA ટકાવારી
જુલાઇ 2021 353 31.81%
ઓગસ્ટ 2021 354 32.33%
સપ્ટેમ્બર 2021 355 32.81%
ઓક્ટોબર 2021 – –
નવેમ્બર 2021 – –
ડિસેમ્બર 2021 – –

કર્મચારીઓ

DA પોઇન્ટની ગણતરી

  • જુલાઇ માટે કેલ્ક્યુલેશન- 122.8* 2.88 = 353.664
  • ઓગસ્ટ માટે કેલ્ક્યુલેશન- 123* 2.88 = 354.24
  • સપ્ટેમ્બર માટે કેલ્ક્યુલેશન- 123.3* 2.88 = 355.104

DAમાં 3 ટકાનો વધારો થશે

જો આપણે AICPI ઇન્ડેક્સના ડેટા પર નજર કરીએ તો સપ્ટેમ્બર 2021 સુધી મોંઘવારી ભથ્થું વધીને 33 ટકા થઈ ગયું છે. એટલે કે આ હિસાબે તેમાં 2 ટકાનો વધારો થયો છે. જોકે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ ઉપલબ્ધ નથી. તેમાં 1 ટકાનો વધારો થવાની ધારણા છે. જો ડિસેમ્બર 2021 સુધીમાં CPI (IW)નો આંકડો 125 સુધી રહે છે, તો મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નિશ્ચિત છે. એટલે કે કુલ DA 31% થી 34% થઇ જશે. તે જાન્યુઆરી 2022 થી ચૂકવવામાં આવશે અને કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધશે.

Read Also

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!