GSTV

7th Pay Commission/ કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબરી, દોઢ વર્ષથી અટકેલ DA પર થશે નિર્ણય

DA

Last Updated on June 26, 2021 by Damini Patel

કેન્દ્રીય કર્મચારીઓને આજે ખુશખબરી મળવાની છે. મોંઘવારી ભથ્થાની રાહ તેઓ દોઢ વર્ષ કરી રહ્યા છે એના પર આજે નિર્ણય લેવામાં આવશે. કેન્દ્ર કાર્યકર આજે એક મહત્વની બેઠકમાં આને લઇ એરીયર પર નિર્ણય લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2020થી અત્યાર સુધી કેન્દ્રીય કર્મચારીને મોંઘવારી ભથ્થાની પેમેન્ટ કરવામાં આવી નથી.

કર્મચારીઓને આજે મળી શકે છે રાહત

GST

આજે થનારી બેઠકમાં મોંઘવારી ભથ્થા પર નિર્ણય લેવામાં આવશે. આજુની મહત્વની બેઠકમાં નાણાંમંત્રી, નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સ્યુલેટિવ મશીનરી(JCM) અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્શનલ એન્ડ ટ્રેનિંગ(DOPT) સામેલ હશે. રીપોર્ટની માનીએ તો કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈથી મોંઘવારી ભથ્થાની પેમેન્ટ મળવાની આશા છે. આ પેમેન્ટ ત્રણ હપ્તામાં આપવામાં આવી શકે છે. સાથ જ આ પેમેન્ટ 7માં વેતન આયોગ મુજબ કેલ્ક્યુલેટ કરવામાં આવશે.

3 વર્ષથી અટકેલ છે DA

કર્મચારીઓ

કોવિડ-19 મહામારીના કારણે કેન્દ્રીય કર્મચારીનું મોંઘવારી ભથ્થું અને પેન્શનર્સની DRના છેલ્લા 3 હપ્તાની પેમેન્ટ રોકવામાં આવી છે. એમાં 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021ના હપ્તા સામેલ છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2020માં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભાથ્થું 4% વધી ગયું છે અને પછીથી જૂન 2020માં પણ એમાં 3% વધારો કરવામાં આવ્યો હતો. સાથે જ જાન્યુઆરી 2021માં મોંઘવરી ભથ્થું 4% વધારવામાં આવ્યું હતું.

એટલે પેમેન્ટ આપવાનો નિર્ણય કેન્દ્રીય કર્મચારીઓને 2 વર્ષનું મોંઘવારી ભથ્થું એરીયર સાથે ખાતામાં મળશે.

Read Also

Related posts

ત્રિપાંખિયો જંગ/ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીનો પૂરજોશમાં પ્રચાર, શિવસેનાએ જાહેર કર્યો ઢંઢેરો

Bansari

PM મોદીનો આજનો કાર્યક્રમ/ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ, CM સાવંત પણ રહેશે હાજર

Pravin Makwana

રાષ્ટ્રીયકૃત બેન્કોનો ઢંગધડા વિનાનો વહીવટ/ NPA ઘટાડવા 4 વર્ષમાં નફામાંથી રૂા.6.19 લાખ કરોડની જોગવાઈ કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!