GSTV

ખુશખબર / કેન્દ્રના સરકારી કર્મચારીઓ પર થવાની છે ધનની વર્ષા : 1 જુલાઈથી 32,400 રૂપિયા વધી જશે પગાર, નોકરિયાતોને બખ્ખાં

Last Updated on June 16, 2021 by Dhruv Brahmbhatt

કેન્દ્રીય કર્મચારિઓને ટૂંક સમયમાં જ મોટી ખુશખબરી મળી શકે છે. એવું અનુમાન છે કે, 1લી જુલાઇથી કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) ની ચૂકવણી કરી શકે છે. જો આવું થાય છે તો જુલાઇમાં સરકારી કર્મચારીઓના એકાઉન્ટમનાં બમ્પર પૈસા આવશે. તમને જણાવી દઇએ કે, જુલાઇ મહીનામાં સરકાર મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તાઓની ચૂકવણી કરી શકે છે. હાલમાં DA 17 ટકા છે કે જે વધીને 28 ટકા થઇ જશે. આ મોંઘવારી ભથ્થું વધવાથી તેનો સીધો જ લાભ તમારી સેલરીમાં થશે.

સરકારી કર્મચારીઓ

તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય કર્મચારીઓને બે વર્ષના DA નો ફાયદો એક સાથે મળી શકે છે. જાન્યુઆરી 2020માં કેન્દ્રીય કર્મચારીઓનું DA 4 % વધ્યું હતું. ત્યાર બાદ અર્ધ વાર્ષિક એટલે કે, જૂન 2020માં 3% નફો થયો. હવે જાન્યુઆરી 2021 માં તે 4 % વધ્યો છે. તેનાથી તે વધીને 28 % એ પહોંચી ગયો છે. જો કે, આ ત્રણેય હપ્તાની ચૂકવણી નથી થઇ.

ડાયરેક્ટ 32,400 રૂપિયા વધી શકે છે સેલરી

કેન્દ્રીય કર્મચારીઓના પે-મેટ્રિક્સની જો વાત કરીએ તો ઓછાંમાં ઓછી સેલરી 18,000 રૂપિયા છે. જેમાં 15 ટકા મોંઘવારી ભથ્થું જોડાવાની શક્યતા છે. એવામાં સેલરીમાં ડાયરેક્ટ 2700 રૂપિયા પ્રતિ મહીને જોડાવાની આશા છે. અર્થાત વાર્ષિક 32,400 રૂપિયા એટલે કે DA ના રૂપમાં જોડાઇ જશે.

કેન્દ્રીય

મોંઘવારી ભથ્થાની જાહેરાત શક્ય

રિપોર્ટ્સનું માનીએ તો જૂન 2021ના મોંઘવારી ભથ્થાની જાહેરાત ટૂંક સમયમાં જ થઇ શકે છે. સૂત્રોનું કહેવું છે કે, મોંઘવારી ભથ્થું 4 % સુધી વધવાનું અનુમાન છે. જો આવું થયું તો 1 જુલાઇને ત્રણ હપ્તાઓની ચૂકવણી બાદ આગામી 6 મહીનામાં 4 ટકાની ચૂકવણી થશે. મોંઘવારી ભથ્થું કુલ 32 ટકા સુધી પહોંચી શકે છે.

તમને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના DA ને દર 6 મહીને રિવાઇઝ કરે છે. તેનું કેલ્ક્યુલેશન બેસિક પે (Basic Pay) ના આધાર માનીને ટકામાં થાય છે. જાન્યુઆરી 2020 માં કેન્દ્રીય કર્મચારીઓનું DA 4 % વધ્યું હતું. ત્યાર બાદ બીજી અર્ધ વાર્ષિક એટલે કે જૂન 2020 માં 3 % નફો થયો. હવે જાન્યુઆરી 2021 માં તે 4 % વધ્યું છે. તેનાથી તે વધીને 28 % એ પહોંચી ગયું છે. જો કે, આ ત્રણેય હપ્તાઓની ચૂકવણી નથી થઇ. હાલમાં કર્મચારીઓને 17 ટકા DA મળી રહ્યું છે. કોવિડ 19ના કારણે ગયા વર્ષે સરકારએ 1 જાન્યુઆરી 2020 થી 1 જુલાઇ 2021 સુધી મોંઘવારી ભથ્થાંને ફ્રીજ કરી દીધો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

12માં ધોરણના વિદ્યાર્થીએ પકડી IRCTCની મોટી ભૂલ, નહીંતર લીક થઇ ગયો હોત લાખો મુસાફરોને પ્રાઇવેટ ડેટા

Bansari

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

બાપ રે! મુન્દ્રા બંદરેથી ઝડપેલા હેરોઈનની કિંમત 200000000000 ને પાર, તાલિબાન-ISI કનેક્શનની આશંકા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!