કેન્દ્રીય કર્મચારીઓને કેન્દ્ર સરકાર તરફથી ટૂંક સમયમાં મોટી ખુશખબરી મળવાની છે. આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારાની સાથે સાથે 18 મહિનાનું એરિયર પણ મળી શકે છે. આશા છે કે, ટૂંક સમયમાં આ મામલે ચર્ચા થઈ શકે છે. ત્યારે ફરી એક વાર કેન્દ્રીય કર્મચારીઓની લાંબા સમયથી કરી રહેલી માગને પુરી થવાના અણસાર વર્તાઈ રહ્યા છે. આવું થશે તો, કેન્દ્ર કર્મચારીઓને એક સાથે 2 લાખથી વધારેનું એરિયર મળશે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
અહીં ઉલ્લેખનીય છે કે, 18 મહિનાનું બાકી એરિયરને લઈને નેશનલ કાઉંસિલ ઓફ જોઈન્ટ કંસલ્ટેટિવ મશીનરીએ કેટલીય વાર સરકારને આની માગ કરી છે. કાઉંસિલે તેને વન ટાઈમ સેટલમેંની ભલામણ પણ કરી હતી. જો કે, હજૂ સુધી તેને વાત બની નહોતી. પણ ફરી વાર વાતચીત આગળ વધવાના સંકેતો મળી રહ્યા છે. આશા છે કે, ટૂંક સમયમાં કેબિનેટ સેક્રેટરી સાથે આ મુદ્દે ચર્ચા થઈ શકે છે.

કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે મોટી રકમ
આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય કર્મચારીઓની માગને લઈને સરકારી માની જાય છે તો, તેમને 18 મહિનાનું એરિયર આપવાનો નિર્ણય લઈ શકે છે. તેથી કર્મચારીઓને મોટી રકમ ખાતામાં આવી શકે છએ. આ નિર્ણયથી ક્લાસ વન કર્મચારીઓને 11,800 રૂપિયાથી લઈને 37,551 રૂપિયા સુધી મળશે. આવી જ રીતે લેવલ 13ના કર્મચારીઓને એક સાથે 144200 રૂપિયાથી ળઈને 218200 રૂપિયા સુધી મળી શકે છે.
એચઆરએનો લાભ પણ મળી શકે છે
આ ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓને આવાસ ભથ્થા મળવાનો અંદાજો પણ લગાવાઈ રહ્યો છે. આશા છે કે, કેન્દ્ર સરકાર આવાસ ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે. આવું થવા પર એચઆએના દર 10 ટકાથી 20 ટકા અને 30 ટકા થઈ જશે. એચઆરએ વધવાથી કર્મચારીઓની સેલરી વધી જશે. આશા છે કે, જો આવાસ ભથ્થામાં વધારો થયો તો, તેનાથી લગભગ 31 લાખ કર્મચારીઓને ફાયદો થશે.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન