GSTV

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! આવતા નાણાકીય વર્ષમાં નોકરીમાં થઈ શકે છે 24,500નો વધારો

આવતા નાણાકીય વર્ષમાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓની કુલ સંખ્યામાં લગભગ 24,500 લોકોની વૃદ્ધિ થવાનું અનુમાવ છે. સાથે જ કુલ કેન્દ્રીય કર્મચારીઓનાં વેતન અને ભથ્થાનો ખર્ચ લગભગ 10 હજાર કરોડ રૂપિયા વધવાનું અનુમાન છે. જોકે, તેમાં સૈન્ય બળોની સંખ્યા અને તેની ઉપર ખર્ચનો આંકડો આપ્યો નથી.

બજેટમાં કરાયો હતો ઉલ્લેખ

શનિવારે (1 ફેબ્રુઆરી)એ લોકસભામાં રાખવામાં આવેલાં બજેટ દસ્તાવેજ મુજબ, 1 માર્ચ 2020માં કેન્દ્રીય સરકારી કર્મચારીઓની કુલ સંખ્યા 35,00,941 રહેવાનું અનુમાન છે. તે 1 માર્ચ, 2021 સુધીમાં વધીને 35,25,388 રૂપિયા થઈ જશે. આગતા નાણાકીય વર્ષમાં આ જ રીતે કેન્દ્રમાં 24,447 કર્મચારીઓનો વધારો થશે.

રેલ વિભાગમાં ભરતી

સૌથી વધારે નોકરી આપતા રેલ વિભાગમાં કર્મચારીઓની સંખ્યામાં આ દરમ્યાન કોઈ બદલાવ થવાનું અનુમાન નથી. રેલ વિભાગમાં કર્મચારીઓની સંખ્યા 2019માં 12,70,399 હતી. તેની સંખ્યા 1 માર્ચ, 2020માં અને એક માર્ચ 2021માં પણ આટલી જ રહેવાનું અનુમાન છે.

પોલીસબળમાં થશે વધારો

કેન્દ્રમાં બીજો સૌથી મોટો સ્ટાફ પોલીસ બળોનો છે. 1 માર્ચ, 2020માં પોલીસકર્મીઓની સંખ્યા 11,13,770 રહેવાનું અનુમાન છે. દસ્તાવેજોમાં કહેવામાં આવ્યુ છેકે, એક માર્ચ 2021 સુધીમાં કુલ પોલીસકર્મીઓમાં 17,934ની વૃદ્ધિ થઈ શકે છે. એવામાં તેમની કુલ સંખ્યા 11,31,704 પર પહોંચી શકે છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!