GSTV
Gujarat Government Advertisement

7th pay Commission / જાણો કેન્દ્રીય કર્મચારીઓની સેલરીનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે, આ રીતે મળે છે મોંઘવારી ભથ્થાનો લાભ

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

કેન્દ્ર સરકારએ પોતાના કર્મચારીઓ અને પેન્શનધારીઓ માટે મોંઘવારી ભથ્થાને વધારવાની જાહેરાત કરી દીધી છે. 1લી જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓને વધારો કરવામાં આવેલી સેલરી મળશે કે જેમાં તેઓને 17 ટકાના બદલે 28 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. હાલમાં 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર ચર્ચાનો વિષય બન્યો છે. આ એક ફોર્મ્યુલા છે કે જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓની સેલરી નક્કી થાય છે.

salary

જેમ કે અમે પહેલાં તમને જણાવ્યું કે, સેલરી કેલ્ક્યુલેશનમાં ફિટમેન્ટ ફેક્ટરનો મુખ્ય રોલ છે, સાતમાં વેતન આયોગ માટે આ ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું છે. તેને જો ઉદાહરણની રીતે સમજીએ તો જો A ની મંથલી બેસિક સેલરી 10 હજાર રૂપિયા છે તો મંથલી બેસિક પે 25,700 (10000×2.57) રૂપિયા હશે. મંથલી બેસિક પે નીકળ્યાં બાદ તેમાં અનેક પ્રકારના મળનારા ભથ્થાંને શામેલ કરવામાં આવે છે. તેમાં મોંઘવારી ભથ્થું, ટ્રાવેલ ભથ્થું, મેડિકલ વળતર જેવાં ભથ્થાંઓ શામેલ છે. તેનું સંપૂર્ણ કેલ્ક્યુલેશન કર્યા બાદ A નું બેસિક મંથલી પે અને ગ્રોસ મંથલી પે નક્કી કરવામાં આવે છે.

1 જુલાઇથી મળશે મોંઘવારી ભથ્થાંનો લાભ

સરકારએ 1 જુલાઇથી મોંઘવારી ભથ્થાંને વધારવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારી ભથ્થાને વધારવાનું કારણ કેન્દ્રીય કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફન્ડ કન્ટ્રીબ્યુશન, ગ્રેચ્યુટી કન્ટ્રીબ્યુશન પણ વધી જશે. પ્રોવિડન્ટ ફન્ડની વાત કરીએ તો કોઇ પણ કર્મચારીની મંથલી બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થાના 12 ટકા હોય છે. તેમાં જો મોંઘવારી ભથ્થાની ભાગીદારી વધે છે તો પીએફ કન્ટ્રીબ્યુશન પણ વધી જશે, તેનો મતલબ એ કે, નિવૃત્તિ ફંડ પણ વધશે.

7th Pay Commission

શું હોય છે ફિટમેન્ટ ફેક્ટર ?

તમારા મનમાં એ સવાલ થતો હશે કે ફિટમેન્ટ ફેક્ટરનું સેલરી સાથે શું કનેક્શન છે? તો તમને જણાવી દઇએ કે, આ ફેક્ટરની મદદથી કોઇ પણ કર્મચારીના બેસિક પેનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. કોઇ પણ કર્મચારી માટે મંથલી બેસિક પે ગ્રોસ મંથલી પેના અંદાજે 50 ટકા હોય છે. મંથલી બેસિક પેની જો વાત કરીએ તો તે બેસિક સેલરીના ફિટમેન્ટ ફેક્ટરના ગુણક હોય છે.

કેવી રીતે થાય છે સેલરી કેલ્ક્યુલેશન ?

આ ઉદ્દેશથી જો A નું મંથલી બેસિક પે 10 હજાર છે તો તેની માટે મંથલી બેસિક પે 25,700 રૂપિયા હશે કારણ કે, ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે. ત્યાર બાદ મલ્ટીપલ ભથ્થું મિલાવીને ગ્રોસ મંથલી સેલરી અંદાજે 51,400 રૂપિયા હશે. આ સેલરીથી પીએફ, ટેક્સ, ગ્રેચ્યુટીનું કપાત હશે અને બાકી તેની ઇન-હેન્ડ સેલરી હશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!