GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

7th Pay Commission: કેવી રીતે થાય છે બેઝીક સેલેરી અને તેના ભથ્થાની ગણતરી, સમજો પુરૂ ગણીત

પગારને લઈને કેટલાક કર્મચારીઓ વચ્ચે ભ્રમ રહેતો હોય છે અને નવા કર્મચારી તો ઘણી વખત તેને લઈને પરેશાન રહેતા હોય છે. આખરે તેમના વેતનનું કેલક્યુલેશન કેવી રીતે કર્યું હશે. પગારનું પુરૂ ગણિત સમજવા માટે પહેલા આપણે તે સમજવું જોઈએ કે બેઝીક સેલેરીનું કેલક્યુલેશન કેવી રીતે થાય છે ? જો કે, કોઈ પોસ્ટ કે ગ્રેડ ઉપર નોકરી કરનારા કર્મચારીઓે એક પૂર્વ નિશ્વિત રકમ મળે છે, જે બેઝીક સેલેરી કહેવામાં આવે છે. ગ્રેડ પે પ્રમાણે તેનું નિર્ધારણ થાય છે. એ સીવાય અન્ય એલાઉન્સ અને ઈન્ક્રીમેન્ટનું નિર્ધારણ ઉપર પણ બેઝીક સેલેરી પ્રમાણે નક્કી કરવામાં આવે છે. કોઈ કર્મચારીની બેઝીક સેલેરીના 17 ટકા બરાબર ડીએ મળે છે અને એચઆરએને પણ આ સેલેરીમાં કેલક્યુલેટ કરવામાં આવે છે.

કેવી રીતે થાય છે ગણતરી

કેન્દ્રીય કર્મચારીઓની વાત કરીએ તો ભારત સરકાર વેતન આયોગની રજૂઆતોના આધાર ઉપર માત્ર બેઝીક સેલેરીનું નિર્ધારણ કરે છે. તે બાદ તે બેઝીક સેલેરીના બેઝ ઉપર એચઆરઈ અને ડીએ વિગેરેની ગણતરી કરવામાં આવે છે. 10 વર્ષમાં એક વખત વેતન આયોગની રજૂઆતો કરવામાં આવે છે. હાલમાં 7માં વેતન આયોગ અંતર્ગત ન્યુનતમ બેઝીક સેલેરી 18 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. ગ્રુપ એના અધિકારીઓની બેઝીક સેલેરી 56100 રૂપિયા સુધી થઈ ગઈ છે. જ્યારે ગ્રુપ બીના અધિકારીઓને 35400 રૂપિયા માસિક બેઝીક સેલેરી મળે છે. ગ્રુપ સીના સ્ટાફ માટે બેઝીક સેલેરી 18 હજાર રૂપિયા નક્કી કરાઈ છે.

બેઝીક સેલેરી વધારે હોવાથી શું છે ફાયદો અને નુકશાન

સરકારી સીવાય ખાનગી કંપનીઓની વાત કરીએ તો કર્મચારીઓએ બેઝીક સેલેરીમાં કોઈ વાર મોટુ મોટુ અંતર જોવા મળી રહ્યું છે. ભલે અલગ અલગ કર્મચારીઓના એકાઉન્ટમાં બરાબર રાશી ટ્રાન્સફર થાય છે. પરંતુ તેમની બેઝીક સેલેરીમાં ઘણી વખત મોટું અંતર જોવા મળે છે. જો કોઈ કર્મચારીની બેઝીક સેલેરી વધારે હોય તો તેને વધારે ટેક્સ ભરવો પડે છે. કારણ કે, પગારનો આ પાર્ટ પૂર્ણ રીતે ટેક્સેબલ છે. જો કે, પીએફની રકમ તેના ઉપરથી જ નક્કી થઆય છે માટે આ મારચે ફાયદો જોવા મળે છે.

શું છે ગ્રોસ સેલેરી

કોઈ પણ કર્મચારીને મળનારો કુલ પગાર ગ્રૌસ સેલેરી કહેવામાં આવે છે. જેમાં ડીએ, એચઆરએ, બેઝીક સેલેરી અને અન્ય ભથ્થાઓ પણ સમાવેશ હોય છે. પણ તેમાં ઈનકમ ટેક્સના ડિડકશનનો સમાવેશ થતો નથી.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!