Last Updated on March 5, 2021 by Pravin Makwana
ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજોના પ્રાધ્યાપકોને કેન્દ્રીય સાતમા પગાર પંચનું એરિયસ ચૂકવાશે.

કોરોનાની મહામારીને કારણે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો છે. તેમ છતાં શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે આ લાભ શિક્ષણ વિભાગના તા. 1/ 2/ 2019 ના ઠરાવ મુજબ તા. 1/ 1/ 2016થી આપવામાં આવશે. મળવાપાત્ર કુલ એરિયર્સની 50 ટકા રકમ પ્રથમ હપ્તા પેટે ચૂકવવામાં આવશે.
READ ALSO :
- વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી
- ખાસ વાંચો/ જો ફ્રીમાં ન મળી કોરોનાની રસી, તો જાણો પ્રાઇવેટમાં કેટલી હશે 1 ડોઝની કિંમત
- ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર
- BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા
- આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી
