GSTV
Home » News » ગુજરાતની છોકરીઓની હાલત: 7973 અપહરણ, 26907 ગૂમ, 5970ની છેડતી, 4365 બળાત્કારની ઘટના

ગુજરાતની છોકરીઓની હાલત: 7973 અપહરણ, 26907 ગૂમ, 5970ની છેડતી, 4365 બળાત્કારની ઘટના

ગાંધીનગર- ગુજરાતમાં 48 મહિલા પોલીસ સ્ટેશન અને મહિલાની સલામતી માટે ટોલ ફ્રી અભયમ હેલ્પલાઇન નંબર 181 હોવા છતાં મહિલા પરના અત્યાચારના બનાવો વધી રહ્યાં છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતમાં ક્રાઇમ રેટ ઘટ્યો છે પરંતુ મહિલા પરના અત્યાચારો જોતાં એવું કહી શકાય કે ક્રાઇમ રેટ ઉંચો આવ્યો છે. આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં રોજની બે મહિલાઓ પર બળાત્કાર થાય છે.

રોજની 14 મહિલાઓ ગૂમ થાય છે. મહિલા અપહરણના ત્રણ બનાવો બને છે. યુવતિની છેડતીના પ્રતિદિન ત્રણ બનાવો સામે આવે છે. ગુજરાતની નારી શક્તિનું આ બીજું પાસું છે. પોલીસ ચોપડે નોંધાયેલા આંકડા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં મહિલા અત્યાચારના મુખ્ય બનાવો પૈકી અપહરણના 7973 બનાવો બન્યાં છે. રાજ્યમાંથી 26907 મહિલાઓ ગૂમ થઇ છે. 5970 મહિલાઓની છેડતીની ઘટનાઓ સામે આવી છે.

રાજ્યમાં પાંચ વર્ષમાં બળાત્કારની 4365 ઘટનાઓ સામે આવી છે. રાજ્યમાં એક તથ્ય એવું પણ સામે આવ્યું છે કે મહિલા પોલીસ સ્ટેશન હોવા છતાં અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓ મહિલા પોલીસ સ્ટેશનમાં જતી નથી, કારણ કે ફરિયાદ કરનારી મહિલા ખુદ આરોપી હોય તેવી રીતે તેને પ્રશ્નો પૂછવામાં આવે છે. મહિલાઓ પુરૂષ કર્મચારી હોય તેવા પોલીસ સ્ટેશનમાં જવાનું વધુ પસંદ કરે છે.

રાજ્યના ગૃહ વિભાગના આ સત્તાવાર આંકડા છે. ચોંકાવનારી વિગતો એવી છે કે રાજ્યના પોલીસ સ્ટેશનો સીસીટીવી થી સજ્જ કરવામાં આવ્યા છે પરંતુ બેદરકારીના કારણે 20 ટકા કેમેરા બંધ હાલતમાં જોવામાં આવે છે. બીજી ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે મહિલા સુરક્ષા અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિની બેઠક વર્ષમાં ચાર વખત મળશે તેવું ઠરાવમાં જણાવવામાં આવ્યું છે પરંતુ આ સમિતિની બેઠક પાંચ વર્ષમાં માત્ર ચાર વખત મળી છે.

READ ALSO

Related posts

સુરતમાં પતિએ પત્નીને ફોને પર આપ્યા ત્રિપલ તલાક, પોલીસે ફરિયાદ લેવાનો કર્યો ઈન્કાર

Nilesh Jethva

મોદી સરકાર રાજ ઠાકરેને પણ નહીં છોડે, દેશના સૌથી મોટા કૌભાંડમાં આજે થઈ પૂછપરછ

Riyaz Parmar

જામનગરમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગના દરોડા, મીઠાઈ અને ફરસાણના વેપારીઓમાં ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!