GSTV
Home » News » લોકસભાની આ ૭૮ બેઠકો બદલી શકે છે ચૂંટણીનું ગણિત, મોદી અને રાહુલનું નક્કી કરશે ભવિષ્ય

લોકસભાની આ ૭૮ બેઠકો બદલી શકે છે ચૂંટણીનું ગણિત, મોદી અને રાહુલનું નક્કી કરશે ભવિષ્ય

દેશમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ થયેલા એક્ઝિટ પોલમાં એવું બહાર આવ્યું છે કે દેશભરની ૭૮ બેકઠો એવી છે જયાં કસોકસનો મુકાબલો હતો, જો કે આમાંથી મોટાભાગની બેઠકો ભાજપ કે તેના સાથી પક્ષોને મળી રહી છે. જો તેનાથી વિપરીત પરિણામ આવશે તો આ પરિણામ સાથે કેટલાય પક્ષોનું ભાવિ પણ બદલાઇ શકે છે. તો આવો જાણીએ કઇ કઇ છે આ મહત્વ ધરાવતી બેઠકો. ૭૮ બેઠકોનું અનુમાનઃએક્ઝિટ પોલના અનુમાનોમાં એવું બહાર આવ્યું છે કે દેશની ૭૮ લોકસભા બેઠકો પર જોરદાર ટકકર હતી, જેમાં મોટાભાગની બેઠકો ભાજપ અને તેના સહયોગી પક્ષોને મળી રહી છે. એક્ઝિટ પોલ મુજબ જોરદાર મુકાબલાવાળી ૩૭ બેઠકો પર એનડીએ(૩૩ ભાજપ, ૪ સહયોગીઓ) આગળ ચાલી રહયા છે.

જયારે ૧૭ બેઠકો પર યુપીએ આગળ છે, તેમાં ૪ બેઠકો પર કોંગ્રેસના સાથી પક્ષો આગળ છે, તો ૧૩ બેઠકો પર કોંગ્રેસ આગળ છે. આ બંને જુથો ઉપરાંત બાકીની બેઠકો પર તૃણમુલ કોંગ્રેસ, ટીડીપી, વાઇએસઆર, બીજેડી, બસપા અને સીપીઆઇએમ જેવા પક્ષોના ઉમેદવારો આગળ હોવાનું જણાય છે. ફકત ૩ ટકા જ મતોનું છે અંતરઃ આ તમામ ૭૮ બેઠકો પર વિજેતા અને તેની નજીકના હરીફના મતો વચ્ચે માત્ર ૩ ટકાનું જ અંતર અત્યારે દેખાય છે, એટલે મતોનું આ અંતર કોઇ પણ પક્ષ માટે નિર્ણાયક સાબિત થઇ શકે છે અને પરિણામોમાં મોટો ફેરફાર પણ સર્જી શકે છે. પહેલી સંભાવનાઃ જે ૩૩ બેઠકોમાં ભાજપ આગળ દેખાય છે તે બેઠકો પર તેને હાર મળે તો ભાજપનો આંકડો ઘટીને ર૮પ પહોંચી શકે છે.

જો એવું થશે તો પણ ભાજપ સહેલાઇથી પૂર્ણ બહુમતિ મેળવી શકશે. જોરદાર ટકકરમાં કોંગ્રેસ જે ૧૩ બેઠકો પર આગળ જણાય છે એ બેઠકો જીતે તો કોંગ્રેસનો ગ્રાફ થોડો વધી શકે છે. જો એ બેઠકો કોંગ્રેસ હારે તો તેની સંખ્યા ૩૮ પહોંચી જાય જે ર૦૧૪ના ૪૪ના આંકડા કરતા ઘણી નીચી ગણાય એટલે કે કોંગ્રેસ તેના ઇતિહાસના સૌથી ઓછા આંક પર આવી જાય. બીજી સંભાવનાઃ જો ભાજપ આ ૩૩ બેઠકો પરથી પણ વિજય મેળવે તો તે નવો ઇતિહાસ રચાઇ જાય અને સ્વબળે ૩૦૦ ના આંકને વટાવીને ૩૧૮ પર પહોંચી જાય. આવું થાય તો ૧૯૮૪ બાદ પહેલી વખત કોઇ પણ એક પક્ષ ૩૦૦ બેઠકને વટાવી જાય.

યુપી-બંગાળની કેવી છે સ્થિતિઃ જોરદાર મુકાબલાની વાત કરીએ તો યુપી અને બંગાળ જેવા રાજયોમાં ર૪ બેઠકો પર આવી ટકકર જોવા મળે છે. એકઝીટ પોલ મુજબ યુપીમાં ભાજપ અને મહાગઠબંધન વચ્ચે મુકાબલો છે, તો બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે મુકાબલો છે. યુપીમાં મહાગઠબંધન અને ભાજપ સાત સાત બેઠકો પર આગળ છે. હવે ચોંકાવનારી એ વાત છે કે જો યુપીમાં મહાગઠબંધન આ સાતેય બેઠકો હારી જાય તો તેની જીતનો આંક એક આંકડામાં આવી જાય અને ભાજપ ૭૩પ્લસના દાવા મુજબ સાચો ઠરે.બંગાળમાં પાંચ બેઠકો પર ટીએમસી ભાજપથી આગળ દેખાય છે, જો આ પાંચેય બેઠકો ટીએમસી હારી જાય તો ભાજપની ધમાકેદાર એન્ટી થાય. જો કે આ તમામ એકઝીટ પોલના તારણો, અનુમાન છે અને એ પરિણામોમાં ફેરવાઇ જાય છે કે કેમ એ તો ર૩મીએ જ ખબર પડશે,પણ એકઝીટ પોલના તારણોથી જે સ્થિતિ સામે આવી છે તે બહુ રસપ્રદ છે.

Read Also

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!