GSTV

BSNLના 77 હજાર કર્મચારીઓએ લીધુ વીઆરએસ, 31 જાન્યુઆરી સુધીમાં થશે રિટાયર

સરકારી ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લિમીટેડ(બીએસએનએલ)માં 77 હજાર કર્મચારીઓએ વીઆરએસ માટે આવેદન આપ્યુ છે. કંપનીમાં કુલ 1.50 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હાલમાં સ્કીમ મુજબ, આ બધા જ કર્મચારીઓ 31 જાન્યુઆરી 2020માં પોત-પોતાના પદથી રિટાયર થઈ જશે.

એક લાખનું લક્ષ્ય

બીએસએનએલનાં એક અધિકારીએ મંગળવારે જણાવ્યુ હતુકે, કંપનીનાં એક લાખ કર્મચારીઓને VRS આપવાનું લક્ષ્ય છે. ત્રણ ડિસેમ્બર સુધી કર્મચારીઓ આ યોજના હેઠળ આવેદન કરી શકે છે. યોજના મુજબ કંપનીનાં બધા જ સ્થાયી કર્મચારી, જે કોઈ બીજી સંસ્થા અથવા તો વિભાગમાં પ્રતિનિયુક્તિ પર છે અને 50 વર્ષની ઉંમરને પુરી કરી ચૂક્યા છે તેઓ VRS માટે આવેદન કરી શકે છે.

બીએસએનએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પૂરવારે જણાવ્યું હતું કે સરકાર અને બીએસએનએલ દ્વારા આપવામાં આવતી આ શ્રેષ્ઠ વીઆરએસ સુવિધા છે અને કર્મચારીઓ દ્વારા તેને સકારાત્મક રૂપે જોવી જોઈએ. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે ગયા મહિને જ બીએસએનએલ અને એમટીએનએલને 69 હજાર કરોડ રૂપિયાનું રિવાઇવલ પેકેજ આપ્યું હતું. એમટીએનએલે પણ તેના કર્મચારીઓ માટે વીઆરએસ યોજના રજૂ કરી છે.

બીએસએનએલ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના -2019 મુજબ, કંપનીના તમામ નિયમિત અને કાયમી કર્મચારીઓને અન્ય સંસ્થામાં પ્રતિનિધિત્વ પર અથવા બીએસએનએલની બહારના ડેપ્યુટેશન ધોરણે પોસ્ટ કરેલા અને જેમની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ છે તે વીઆરએસ યોજનામાં શામેલ કરવામાં આવશે. લાભ લઈ શકે છે.

યોજના હેઠળ વીઆરએસ લેનારા વ્યક્તિને દર વર્ષે પૂર્ણ થયેલ નોકરીના આધારે 35 દિવસનું વેતન અને નોકરીના બાકીના વર્ષના આધારે 25 દિવસનો પગાર મળશે.

READ ALSO

Related posts

આ શહેરમાં કોરોનાનાં 5 પોઝીટીવ કેસ આવતા તંત્ર થયું દોડતુ, રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને 68 થઈ

Karan

કોરોનાના ચીનમાં અત્યાર સુધીમાં 92% દર્દીઓ થયા સાજા, દુનિયામાં ફક્ત 22 ટકા

Karan

લોકડાઉન વચ્ચે વતન જતા લોકોને પોલીસે અટકાવતા કર્યો પથ્થરમારો

Karan
Do NOT follow this link or you will be banned from the site!