GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ગુજરાતમાં મેડિકલ સ્ટાફ ભગવાન ભરોસે, 77 વોરિયર્સ બન્યા કોરોનાનો શિકાર

રાજ્યના 77 કોરોના વોરિયર્સ પોતાને ન બચાવી શક્યા, લોકસેવામાં પોતે ક્યારે સંક્રમિત બન્યા તેની પોતાને ખુદને ખબર ના રહી. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાથી લોકોને બચાવવા માટે લોકોની વચ્ચે પોતાની જાનને જોખમમાં મુકીને કામ કરતાં કોરોના વોરિયર્સ પોતે જ્યારે તેના પોઝીટીવ થઈ જાય ત્યારે મોટી મુશ્કેલી પડે છે. જેમ યુદ્ધમાં લડાઈ લડતો યોદ્ધા પોતે ઘાયલ થાય તેમ કોરોના વોરિયર્સ ગુજરાતમાં ઘાયલ થયા છે.

રાજ્યમાં કોરોના વોરિયર્સ સેફ નથી

હા… કોરોના પોઝીટીવ લોકોની વચ્ચે સતત રહી તેઓને સાજા કરવા પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. ગુજરાતમાં આવા 77 કોરોના વોરિયર્સ સંક્રમિત થયા છે. ગુજરાતની સિવિલ હોસ્પિટલના અગ્રણી ડોક્ટરો હોય કે પછી એલ જી હોસ્પિટલનો સ્ટાફ હોય કે, પછી પેથોલોજીસ્ટ હોય, પરંતુ એ હકિકત છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે કોરોના વોરિયર્સ પણ સેઈફ નથી. રાજ્યમાં પીપીઈ કીટનો અભાવ કહો કે પછી હલકી ગુણવત્તા કહો. જે હોય તે પરંતુ રાજ્યમાં કોરોના વોરિયર્સ સેફ નથી એ હકિકત છે. રાજ્યમાં ડોક્ટર્સ નર્સને પણ કોરોના પોઝીટીવ લોકોની સારસંભાળ રાખવા દરમિયાન તેઓ પોતે પણ સંક્રમિત થયા છે. વિવિધ હોસ્પિટલોમાં જ્યાં કોરોના વોર્ડ છે ત્યાં કામ કરનારા ડોક્ટરો નર્સ તેમજ મેડિકલ સ્ટાફને કોરોના પોઝીટીવ આવતા અન્ય લોકોને પણ ચિંતા થાય છે.

Corona

22 જેટલા ડોક્ટરો પોતે સંક્રમિત થયા

કોરોના સંક્રમિતોનું ધ્યાન રાખનારા ખુદ પોતાનું ધ્યાન ના રાખી શક્યા. લોકસેવા માટે સમર્પિત ડોક્ટરો હાલમાં પોતાનો જીવ જોખમમાં મુકીને કોરોના ટેસ્ટિંગ માટે ફિલ્ડમાં ફરી રહ્યા છે તો રાજ્યમાં બનાવેલા કોરોના વોર્ડમાં પણ સતત લોકોની સેવા કરી રહ્યા છે. કોરોના વોરિયર્સના પરિણામે જ આજે રાજ્યમાં 138થી વધારે લોકો સાજા થયા છે. હાલમાં પણ જેટલા એક્ટિવ કેસ છે તેઓનું સતત ધ્યાન રાખી રહ્યા છે. એલજી હોસ્પિટલમાં 22 જેટલા ડોક્ટરો પોતે સંક્રમિત થયા છે. અમદાવાદ સિવિલ બાદ ભરૂચ સિવિલમાં પણ ડોક્ટરો સંક્રમિત થયા છે. લેબ ટેક્નિશિયન પણ આમાં બાકાત રહ્યા નથી.

ફિલ્ડમાં રહેતા ડૉક્ટરોમાં પણ કોરોના પોઝીટીવ

જણાવી દઈએ કે, કોરોના સંક્રમિતોની ટેસ્ટિંગ માટે ફિલ્ડમાં રહેતા ડૉક્ટરોમાં પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. ગુજરાતમાં સુરત, ડભોઈ, ગાંધીનગર, નર્મદા, મહેસાણા, દાહોદ, ભરૂચ વગેરે વિસ્તારોમાં પણ મેડિકલ સ્ટાફમાં કોરોના પોઝીટીવ આવ્યા છે. મુબંઈની જસલોક હોસ્પિટલ, ભાટિયા હોસ્ટિપલનો સ્ટાફ પણ કોરોના પોઝીટીવ જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

રાજ્યસભા ચૂંટણી : કોંગ્રેસ તેમના ધારાસભ્યોને ગુજરાત બહાર નહીં મોકલે, અપનાવશે આ રણનીતિ

Nilesh Jethva

ચીનને બ્રિટને આંચકો આપ્યો : હોંગકોંગના 30 લાખ લોકોને નાગરિક બનાવશે, 600 હુમલા છતાં ભારત નરમ

Dilip Patel

વિશ્વમાં છેલ્લા 8 દિવસમાં 9.22 લાખ નવા પોઝીટીવ, 1 લાખથી નીચે નથી આવ્યો આંક

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!