GSTV
Home » News » છત્તીસગઢમાં 77 ઉમેદવારો જાહેર, 14 ધારાસભ્યોના પત્તાં કપાયાં : ભાજપ છટણીના મૂડમાં

છત્તીસગઢમાં 77 ઉમેદવારો જાહેર, 14 ધારાસભ્યોના પત્તાં કપાયાં : ભાજપ છટણીના મૂડમાં

આગામી વિધાનસભા ચૂંટણીમાં તારીખની જાહેરાત બાદ બીજેપી અને કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર છે ટિકિટની વહેંચણી કરવાનો અને બળવાખોરો પર કંટ્રોલ કરવાનો. છત્તીસગઢ માટે બીજેપીએ 77 સીટો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેમાં 14 ધારાસભ્યોનો પત્તા કપાઈ ગયા છે. તેવા પણ સમાચાર મળી રહ્યાં છે કે, સત્તા વિરોધી લહેરને ઓછી કરવા માટે બીજેપીએ આ વખતે મોટા પ્રમાણમાં ધારાસભ્યોની ટિકિટો કાપી શકે છે. લોકસભાની ચૂંટમી પહેલાં પાંચ વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ અને કોંગ્રેસ અેડીચૌટીનું જોર લગાવી રહ્યાં છે. રાજસ્થાનમાં કોંગ્રેસ જીતે તેવા સરવે વચ્ચે ભાજપ સરવેને ખોટા પાડવા માટે કમરકસી છે. રાજસ્થાનમાં વસુંધરા રાજે સરકાર સામે અેન્ટિઇન્કમ્બસીનો માહોલ છે. પ્રજામાં સરકાર પ્રત્યે ભારે નારાજગી છે. જેને પગલે ભાજપ ઘરભેગી થતા હોવાના ચૂંટણી પહેલાં અનુમાનો અાવવા લાગ્યા છે. કોંગ્રેસ અા વર્ષે મજબૂત થાય તેવી પૂરી સંભાવના છે.

ભાજપના અમિત શાહ કોઈ પણ સંજોગોમાં ચૂંટણીના રિઝલ્ટ પહેલાં હાર માને તેવી સ્થિતિમાં નથી. તેઅોઅે રાજસ્થાનમાં ભાજપને જીતાડવા માટે 160 વિધાનસભ્યોમાંથી 80થી 90 ધારાસભ્યોને ટીકિટ કાપી લેવાના મૂડમાં છે. જેને પગલે અત્યારસુધીના ઇતિહાસમાં સૌથી વધુ ધારાસભ્યો ઘરભેગા થઈ જશે. ભાજપ રાજસ્થાનના સંસદો અને ધારાસભ્યોને અેક કડક મેસેજ અાપવા માગે છે. જે કામ કરશે તે જ ભાજપમાં રહેશે.જે ધારાસભ્યોનું પરફોમન્સ સારું નહીં હોય તે ધારાસભ્યની ટિકીટ કપાઈ જશે. હાલમાં સાંસદો અને ધારાસભ્યો પાસેથી વિગતો મેળવાઈ રહી છે. નમો અેપ દ્વારા પણ ફીડબેક મગાઈ રહ્યા છે. ભાજપે વર્ષ 2013માં પ્રચંડ બહુમતિ સાથે સરકાર બનાવી હતી. અા વર્ષે સૂપડાં સાફ થાય તેવી પૂરી સંભાવના હાલમાં સરવેના રિપોર્ટ દર્શાવી રહ્યાં છે. કોંગ્રેસે સચિન પાયલોટ અને અશોક ગેહલોતની અાગેવાનીમાં રાજસ્થાનમાં પત્તાં ખેલવાનાં શરૂ કરી દીધાં છે. રાજસ્થાનમાં 7મી ડિસેમ્બરે મતદાન છે.

મધ્ય પ્રદેશમાં 70 ધારાસભ્યોની ટીકિટ કપાશે

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બીજેપીને 70 ધારાસભ્યોને પડતા મૂકવાનું સૂચન કર્યું છે. આરએસએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે  ગ્રાઉન્ડ સ્તર પર કરવામાં આવેલા સર્વે બાદ બીજેપીને પોતાના વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નહીં આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.  સંઘ તરફથી કરવામાં આવેલા સર્વેમાં વિગતો બહાર અાવી છે કે, બીજેપીના અસંખ્ય વર્તમાન ધારાસભ્યો પોતાના વિસ્તારમાં પ્રદર્શન કરવામાં ખૂબ નબળા રહ્યા છે. જો તેમને ફરીથી ટિકિટ આપવામાં આવશે તો બીજેપીએ નુકસાન સહન કરવું પડી શકે છે. બે દિવસ પહેલા બીજેપી પ્રમુખ અમિતભાઈ  શાહે ભોપાલ ખાતે આરએસએસ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સારું પ્રદર્શન નહીં કરનાર ધારાસભ્યો અંગે સંઘે પોતાની નારાજગી તેમની સામે પ્રગટ કરી હતી. અમિતભાઈ શાહે અહીં સંઘના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી.

મધ્ય પ્રદેશમાં 70-80 ધારાસભ્યોની કપાઈ શકે છે ટિકિટ

સત્તાધારી બીજેપીના મધ્ય પ્રદેશની 230 સીટોવાળી વિધાનસભામાં 165 ધારાસભ્ય છે. એવામાં સમાચાર આવી રહ્યાં છે કે, બીજેપી અામાંથી લગભગ અડધા એટલે 70-80 ધારાસભ્યોની ટિકિટ કાપવા માટે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે, જેમાં કેટલાક મંત્રી પણ સામેલ છે. બીજેપીના એક નેતાએ નામ બહાર ના આવવા દેવાની શરત પર કહ્યું કે, કેટલાક નેતાઓના વિરૂદ્ધ જનતામાં આક્રોશ છે જેના કારણે પાર્ટી હાઈકમાન તે નિર્ણય લઈ શકે છે.

બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રા દરમિયાન તેમને કામ ન કરનાર કેટલાક નેતાઓ વિશે ફરિયાદ પણ મળી છે. એવામાં બીજેપીનું માનવું છે કે, જે સીટો પર તેમના નેતાઓ વિરૂદ્ધ જનતાનો આક્રોશ છે, તે સીટો પર નવા ચહેરાઓને ઉતારવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, 2013 વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 25 ટકા સીટો પર નવા ચહેરાઓને તક આપી હતી જેમાંથી 75 ટકા ઉમેદવારોએ જીત નોંધાવી હતી. તેથી પાર્ટી આ સ્ટ્રાઈક રેટને ફરીથી અજમાની શકે છે. જોકે, આ વખતે તેમની સંખ્યામાં વધારો થઈ શકે છે.

Related posts

એર ઈન્ડિયાની મુશ્કેલીઓમાં થયો વધારો,120 પાયલોટોએ આપ્યા રાજીનામા

Mansi Patel

સુરત : યુવતીના શરીરમાં આત્માએ પ્રવેશ કરી લેતા ઉંધી દોડવા લાગી, લોકોનો જીવ તાળવે ચોંટી ગયો

Arohi

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની પ્રેમ કહાણી એવી છે જે ક્યાંય વાંચી કે જોઈ નહીં હોય, ફક્ત 40 મિનિટમાં થયું હતું આવું…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!