GSTV
Home » News » અમદાવાદમાં નવા મતદાર બનવા માટે એક જ દિવસમાં 7,500 ઓનલાઇન અરજી આવી !

અમદાવાદમાં નવા મતદાર બનવા માટે એક જ દિવસમાં 7,500 ઓનલાઇન અરજી આવી !

અમદાવાદમાં ૨૧ વિધાનસભા મતક્ષેત્રમાં નવા મતદાર બનવા માટે એક જ દિવસમાં અને તે પણ પાંચ કલાકમાં જ ૭,૫૦૦ ઓનલાઇન નોંધણી થવા પામી હતી. નવા મતદાર તરીકેની ઓનલાઇન નોંધણીની બાબતમાં આ ઘટના વિશ્વમાં પ્રથમ વખત બનવા પામી છે. આ માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ગત તા.૧૬ માર્ચે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક દિવસીય ઝૂંબેશ હાથ ધરાઇ હતી. જેમાં આ રેકોર્ડ બન્યો હતો જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.આજે તા.૧૧ એપ્રિલને ગુરૂવારના રોજ કલેક્ટરને અંગેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવનાર છે.

સામાન્ય રીતે વર્ષ દરમિયાન ચૂંટણીકાર્ડને લગતી કામગીરી ચાલતી જ રહેતી હોય છે. પરંતુ જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે આ પ્રક્રિયા વધુ ગતિ પકડતી હોય છે. સામાન્ય રીતે લેખિતમાં અરજી ફોર્મ ભરીનેેે જે તે સરકારી કચેરીએ ચૂંટણીકાર્ડને લગતા સુધારાવધારા તેમજ નવા કાર્ડ માટે અરજી કરાતી હોય છે. હવે ઓનલાઇન અરજી કરવાનું ચલણ વધી રહ્યું છે. વહિવટી સરળતા અને કામના ઝડપી નિકાલ માટે તે અત્યંત મહત્વનું બની રહ્યું છે.


આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેના જણાવ્યા મુજબ ગત ૧૬ માર્ચે ગુજરાત યુનિવર્સિટી ખાતે બપોરના ૧ થી ૫ ના સમય દરમિયાન નવા મતદારો માટે ઓનલાઇન અરજી કરવાનો કાર્યક્રમ રખાયો હતો. જેમાં ૭,૫૦૦ અરજીઓ ઓનલાઇન ભરવામાં આવી હતી. એકદિવસીય ઝૂંબેશમાં આટલી મોટી સંખ્યામાં ઓનલાઇન અરજી આવવી તે પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. જેનું ગૌરવ અમદાવાદને મળ્યું છે . આજે ગુરૂવારે ગુજરાત યુનિ.ના સેનેટ હોલ ખાતે બપોરે ૧૨ઃ૩૦ કલાકે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના અધિકારીઓ કલેક્ટરને આ અંગેનું પ્રમાણપત્ર આપનાર છે.

અમદાવાદમાં ચૂંટણીકાર્ડને લગતી વિવિધ કામગીરી જેવીકે નવા નામ ઉમેરવા, નામ રદ કરવા, ચૂંટણીકાર્ડમાં સુધારો-વધારો કરવો, સ્થળાંતર સહિતના કામો માટે અત્યાર સુધીમાં કુલ ૩૭,૧૪૦ ઓનલાઇન અરજીઓ આવી છે. જેમાંથી ૧૬,૯૨૬ અરજીઓ ૧૮ થી વધુની ઉંમરવાળાઓના પ્રથમ વખતના નવા મતદાર બનવા માટેની આવી ચૂકી છે.

નવા મતદાર માટેની સૌથી વધુ ઓનલાઇન અરજીઓ ઘાટલોડીયા વિધાનસભા મતક્ષેત્રમાંથી ૩,૪૨૨ આવી હતી. બીજાક્રમે વટવામાંથી ૧,૯૯૮, વેજલપુરમાંથી ૧,૯૬૩ અને દસક્રોઇમાંથી ૧,૫૫૩ ઓનલાઇન અરજી આવી હતી.

પાંચ લાખ વાહનો પર મતદાનની અપીલ કરતા સ્ટીકરો લગાવાયા !

મતદાન જાગૃતિ માટે વિવિધ અવનવા કાર્યક્રમો યોજીને મતદારોને તેમનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આજે બુધવારે એક નવા પ્રયોગના માધ્યમથી મતદાન જાગૃતિ માટે વાહનો પર સ્ટીકરો લગાવીને લોકોને ફરજીયાત મતદાન માટે અપીલ કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ રાજ્યમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે. જેમાં વાહનોને સંદેશાવાહક બનાવીને લોક જાગૃતિ માટેનો પ્રયાસ કરાયો છે. આજે પ્રથમ દિવસે અમદાવાદમાં ૭૦ ટીમે બનાવીને પાંચ લાખથી વધુ વાહનો પર આ પ્રકારના સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર જિલ્લા વહિવટીતંત્રના અધિકારી કામે લાગ્યા હતા. આ પણ એક પ્રકારે રેકોર્ડ સમાન જ છે.

અમદાવાદમાં ક્યાં કેટલા લોકોએ મતદાર બનવા ઓનલાઇન અરજી કરી ?

વિધાનસભાતમામફક્ત
ક્ષેત્રપ્રકારનાનવા
 ફોર્મમતદાર
ઘાટલોડીયા,૫૭૦,૪૨૨
વેજલપુર,૮૫૭,૯૬૩
વટવા,૫૬૭,૯૯૮
દસક્રોઇ,૭૧૮,૫૫૩
એલિસબ્રિજ,૫૮૦૯૦૨
સાબરમતી,૩૩૨૪૨૨
મણિનગર,૯૬૭૭૩૯
અમરાઇવાડી,૭૬૧૮૧૩
નારણપુરા,૬૮૯,૨૧૭
નિકોલ,૬૩૦૩૩૩
નરોડા,૪૪૦૬૦૭
દાણીલીમડા,૧૬૬૩૨૨
ઠક્કરબાપાનગર,૧૩૧૪૭૮
બાપુનગર,૨૫૩૭૦૪
વિરમગામ૨૬૩૧૨૦
સાણંદ૫૪૬૪૦૦
દરિયાપુર૬૩૭૬૪
જમાલપુર-ખાડિયા૬૦૮૨૬૫
અસારવા૯૩૬૨૭૦
ધોળકા૨૯૦૧૯૦
ધંધૂકા૧૯૯૧૪૪
કુલ,૭૧૪૦૧૬,૯૨૬

READ ALSO

Related posts

બહેનને ચપ્પુ મારી છીનવી હતી કારની ચાવી, અકસ્માતની હારમાળામાં થયો મોટો ખુલાસો

Arohi

ગીરના જંગલમાં દીપડાના બચ્ચાની પજવણી કરતાં યુવાનોનો વીડિયો સામે આવ્યાં બાદ તંત્ર હરકતમાં

Bansari

યુવકને અજાણ્યા શખ્સોએ ઉપરાછાપરી ઝીંકી દીધા ચપ્પુના ઘા, 24 કલાકમાં સુરતમાં હત્યાની બીજી ઘટના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!