GSTV
Home » News » મોદી સરકાર ફરી ચૂંટાયને આવ્યા પછી ખેડૂતોનું કામ મંથર ગતિએ : PM કિસાન યોજનાનો અંદાજે 75 ટકા ખેડૂતોને ત્રીજો હપ્તો જ નથી મળ્યો

મોદી સરકાર ફરી ચૂંટાયને આવ્યા પછી ખેડૂતોનું કામ મંથર ગતિએ : PM કિસાન યોજનાનો અંદાજે 75 ટકા ખેડૂતોને ત્રીજો હપ્તો જ નથી મળ્યો

મોદી સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન યોજના લાગુ થયાના પહેલા વર્ષ દરમિયાન 10માંથી ત્રણથી પણ ઓછા ખેડૂતોને આ યોજનાના ત્રણે હપ્તા મળ્યા છે. અંદાજે 75 ટકા ખેડૂતોને આ યોજનાનો પૂરો લાભ મળ્યો નથી. ધ વાયર દ્વારા આરટીઆઈ હેઠળ મેળવાયેલી માહિતીમાં આ ખુલાસો મળ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષમાં રૂ. 2,000ના ત્રણ હપ્તા મારફત કુલ રૂ. 6,000 આપવાના હતા. પરંતુ સ્થિતિ એ છે કે આ યોજના લાગુ થયાના પહેલા વર્ષે (1 ડિસેમ્બર 2018થી 30 નવેમ્બર 2019 સુધી) દરમિયાન મોદી સરકાર 41 ટકા ભંડોળની જ ફાળવણી કરી શકે છે અને માત્ર 25 ટકા ખેડૂતોને જ ત્રણેય હપ્તા મળ્યા છે. ધ વાયરને આરટીઆઈ હેઠળ મળેલી માહિતી અને કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓના આધારે આ નિષ્કર્ષ નીકળ્યો છે.

આંકડાઓ પરથી જાણવા મળે છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી ચૂંટાઈ આવ્યા પછી પીએમ કિસાન યોજનાના અમલની ગતિ ધીમી થઈ ગઈ છે. આ યોજના હેઠળ નોંધાયેલા નવ કરોડ ખેડૂતોમાંથી અડધાથી વધુ લોકોની નોંધણી પહેલા તબક્કામાં જ થઈ હતી, જે લોકસભા ચૂંટણી પહેલાં પૂરો થઈ ગયો હતો. ત્યાર પછી નોંધણીની ગતિમાં ઘટાડો આવ્યો છે.

ડિસેમ્બર 2018થી ડિસેમ્બર 2019 વચ્ચે માત્ર 3.85 કરોડ ખેડૂતોને 2,000 રૂપિયાના ત્રણે હપ્તા મળ્યા છે. પીએમ કિસાન યોજના લોન્ચ કરાઈ ત્યારે સરકારના અંદાજ મુજબ 14.5 કરોડ ખેડૂત લાભાર્થીઓને તેનો લાભ થશે અને તેમને ત્રણ હપ્તામાં 6,000 રૂપિયા અપાશે. જોકે, આરટીઆઈ હેઠળ પ્રાપ્ત નવેમ્બર 2019 સુધીના આંકડાથી એ હકીકત સામે આવી છે કે આ યોજના લાગુ થયાના પહેલા વર્ષ દરમિયાન માત્ર 26.6 ટકા ખેડૂતોને જ ત્રણે હપ્તા મળ્યા છે.

યોજનાનો ત્રીજો તબક્કો નવેમ્બર 2019માં પૂરો થયો હતો. આ યોજનાના અમલના કેટલાક કારણોમાં ખરાબ બાબુગીરી આૃથવા ખેડૂતો તરફથી યોગ્ય દસ્તાવેજો રજૂ કરવામાં અભાવ કારણભૂત હોઈ શકે છે. બીજીબાજુ અંદાજે 48 ટકા ખેડૂતોને પીએમ કિસાન યોજનાના પહેલા વર્ષમાં એક પણ હપ્તો મળ્યો નથી. મંત્રાલય દ્વારા અપાયેલા આંકડાઓ મુજબ 7.6 કરોડ ખેડૂતોને એક વર્ષમાં રૂ. 2,000નો એક જ હપ્તો મળ્યો છે. કેન્દ્ર સરકારનું માનવું હતું કે દેશના 14.5 કરોડ ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળશે.

જો યોજના હેઠળ આવરી લેવાયેલા બધા જ 14.5 કરોડ ખેડૂતોને પહેલા જ વર્ષમાં પીએમ કિસાન યોજનાનો પૂરો લાભ મળ્યો હોત તો આ યોજના પર 87,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોત. પરંતુ વાસ્તવિક ખર્ચ માત્ર 41 ટકા રહ્યો છે, જે નવેમ્બર 2019ના અંત સુધીમાં 36,000 કરોડ રૂપિયા હતો.

READ ALSO

Related posts

મોટેરા ખાતે બંદોબસ્તથી બગોદરા પરત ફરતી પોલીસની વાન પલટી, બે જવાનની હાલત ગંભીર

Nilesh Jethva

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!