GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

કોરોના મહામારી: દેશમાં 1 જ દિવસમાં રેકોર્ડ 7466 કેસ નોંધાયા, 4 રાજ્યોમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ

કોરોના

દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. લોકડાઉનના 65 દિવસ બાદ ભારતમાં કોરોના સંક્રમણ વધ્યું એ પણ હકિકત છે. દેશમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. સપ્તાહ પહેલા કોરોનાના દરરોજ 5000થી નીચે આંક આવતો હતો પરંતુ દેશમાં 4 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતા કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 7466 કેસ સામે આવ્યા છે. આ સમયગાળા દરમિયાન 175 લોકોનાં મોત પણ થયા છે. આરોગ્ય મંત્રાલયના છેલ્લા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 1.66 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 4700 ને વટાવી ગયો છે. હવે 5 હજાર નજીક પહોંચી ગયો છે.

Corona

વિશ્વમાં 9મો અસરગ્રસ્ત દેશ

કોરોના વાયરસના કેસમાં ભારત હવે વિશ્વમાં નવમા ક્રમે છે. વર્લ્ડોમીટર અનુસાર, ભારત હવે કોરોના પોઝીટીવ મામલે એશિયામાં તુર્કીને પાછળ પ્રથમ અને વિશ્વમાં પણ નવમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બન્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, શુક્રવારે (29 મે) સવારે 8 વાગ્યા સુધી દેશમાં કુલ 1,65,799 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 47૦6 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં કોરોનાના 89,987 સક્રિય કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 71106 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.

આ ચાર રાજ્યોમાં છે સૌથી વધુ સંક્રમણ

કોરોના વાયરસથી દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કેસ60 હજાર નજીક પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 59,546 કેસ નોંધાયા છે. જોકે રાજ્યના 18,616 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે પરંતુ અત્યાર સુધી મોતનો આંક પણ 2 હજાર નજીક થયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1982 લોકોના મોતથી મુશ્કેલીમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર પછી તમિલનાડુમાં સૌથી વધુ કેસ છે. અહીં અત્યાર સુધીમાં કુલ 19,372 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 10,548 દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થયા છે. તમિલનાડુમાં કોરોનાથી 145 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. તમિલનાડુ પછી દિલ્લી કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં આવે છે. જ્યાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 16,281 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 7,495 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાથી 316 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં ચોથા નંબરે સંક્રમિત રાજ્ય ગુજરાત છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 15,562 કેસ નોંધાયા છે. અહીં કુલ 8003 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 960 લોકોએ કોરોનાને કારણે તેમના જીવ પણ ગુમાવ્યા છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!