GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

દેશની આ દિગ્ગજ કંપનીમાં 74 કર્મચારીઓ છે કરોડપતિ, વાર્ષિક પગારમાં 10 ટકાનો કર્યો વધારો

કોરોના મહામારીમાં લોકડાઉનને પગલે ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને છૂટા કર્યા છે ત્યારે ભારતની આઈ ટી સેક્ટરની દિગ્ગજ કંપનીએ તેના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે. દેશની બીજા નંબરની સૌથી મોટી આઈટી કંપનીમાં વધુ 10 કર્મચારી કરોડપતિ કર્મચારીઓની હરોળમાં સામેલ થયા છે. આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ઈન્ફોસિસમાં કરોડપતિ કર્મચારીઓની સંખ્યા નાણાકીય વર્ષ 2019 – 20 માં વધીને 74 થઈ ગઈ છે. એક વર્ષ પહેલા, કંપનીમાં 64 કરોડપતિ કર્મચારીઓ હતા. આ વર્ષે વધુ 10 લોકો કરોડપતિ કર્મચારીઓમાં સામેલ થયા છે. આઈટી કંપની ઇન્ફોસીસના અધ્યક્ષ નંદન નીલેકણીએ સ્વેચ્છાએ તેમની સેવાઓ માટે કોઈ મહેનતાણું લીધું નથી.

આઈટી કંપનીના ચેરમેને ન લીધી સેલેરી

ઈન્ફોસિસમાં કરોડપતિ કર્મચારીઓમાંથી મોટા ભાગના વાઈસ પ્રેસિડેન્ટ અથવા સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સેવાઓ બજાવે છે. ઇન્ફોસીસના વાર્ષિક અહેવાલ મુજબ, આ અધિકારીઓના પગાર પેકેજમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે તેમને શેરના રૂપમાં ઈન્સેન્ટિવ મળે છે. જેની કિંમતમાં ખૂબ જ મોટો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2019-20માં કંપનીના કર્મચારીઓનો સરેરાશ પગાર વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો કરીને 6.8 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. પરંતુ ઇન્ફોસિસના સીઈઓ સલિલ પારેખ અને સીઓઓ યુબી પ્રવીણ રાવનો પગાર આ સરેરાશથી અનુક્રમે 502 અને 155 ગણો વધારે છે. અહેવાલમાં જણાવાયું છે કે ઇન્ફોસીસના ચેરમેન – અધ્યક્ષ નંદન નીલેકણીએ તેમની સેવાઓ માટે સ્વેચ્છાએ કોઈ મહેનતાણું લીધું નથી. ગયા વર્ષે, ઇન્ફોસીસ બોર્ડે તેમના કર્મચારીઓને કરોડો રૂપિયાના શેર આપવાની યોજના આગળ વધારી હતી.

ઈન્ફોસિસના સીઈઓના પગારમાં 39% વધારો

દરમિયાન, ઇન્ફોસિસના સીઈઓ સલિલ પારેખના પગાર પેકેજમાં 2019-20માં લગભગ 39 ટકાનો વધારો થયો છે અને તે 34.27 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. 2018-19માં પારેખનો પગાર 24.67 કરોડ રૂપિયા હતો. કંપનીના વર્ષ 2019-20 ના વાર્ષિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેમના કુલ પગારમાં 16.85 કરોડ રૂપિયા સેલેરી, સ્ટોકથી 17.04 કરોડ રૂપિયા અને 38 લાખ રૂપિયા અન્ય શામેલ છે.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!